ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભારે વરસાદથી 207 જળાશયોમાં 89.79 ટકા પાણી, જાણો કેટલા જળાશયો હાઈએલર્ટ પર

Text To Speech
  • રાજ્યના 22 જળાશયોમાં વોર્નિંગ અપાઈ છે
  • રાજ્યના 87 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા
  • ગુજરાતમાં 30 જળાશયો ઓવરફ્લો થયા છે

ગુજરાતમાં ભારે વરસાદથી 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો જળસંગ્રહ થયો છે. જેમાં વરસાદને પગલે ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ ઉપર મુકાયાં છે. તેમજ સરદાર સરોવર સહિત 30 જળાશયો ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં અત્યારે 79.06 ટકા પાણીનો સંગ્રહ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા શહેરોમાં છે રેડ એલર્ટ

ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા

ગુજરાતમાં વરસાદને પગલે રાજ્યના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ છલકાયો છે. રવિવારે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. 26 જળાશયો એલર્ટ ઉપર મુકાયા છે, જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણી છે, 22 જળાશયોમાં વોર્નિંગ અપાઈ છે, અહીં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. 71 જળાશયોમાં કોઈ સિગ્નલ નથી, અહીં સંગ્રહ ક્ષમતાના 70 ટકાથી ઓછું પાણી સંગ્રહાયેલું છે.

સરદાર સરોવર ડેમ ઉપરાંત સૌરાષ્ટ્રના 13 ડેમ સંપૂર્ણ છલકાયા

નર્મદા વિભાગના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 30 જળાશયો ઓવરફ્લો થયા છે એટલે કે 100 ટકા ભરાયાં છે. સરદાર સરોવર ડેમ ઉપરાંત સૌરાષ્ટ્રના 13 ડેમ સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતમાં 8 જળાશયો, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છ જિલ્લામાં 2 જળાશયોમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં અત્યારે 79.06 ટકા પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.89 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 78.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 89.61 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.62 ટકા એમ એકંદરે ગુજરાતના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

Back to top button