ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના 87 રેલવે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ, PM મોદી કરશે વીડિયો કોન્ફરન્સિંગથી શિલાન્યાસ

Text To Speech
  • CM ભૂપેન્દ્ર પટેલ અસારવા સ્ટેશને ઉપસ્થિત રહેશે
  • લાઈટીંગ, પાર્કિંગ, વેઈટિંગ રુમ અદ્યતન બનશે
  • અમદાવાદ મંડળના 16 રેલવે સ્ટેશનોનુ રી-ડેવલોપમેન્ટ કરાશે

ગુજરાતના 87 રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ થશે. જેમાં PM મોદી વીડિયો કોન્ફરન્સિંગથી શિલાન્યાસ કરશે. ગુજરાતના 21 સ્ટેશન 846 કરોડના ખર્ચે અત્યાધુનિક બનશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રિ-ડેવલપમેન્ટ કરાશે. તેમજ દેશના 1309 સ્ટેશનનોનું નવીનીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો 

લાઈટીંગ, પાર્કિંગ, વેઈટિંગ રુમ અદ્યતન બનશે

લાઈટીંગ, પાર્કિંગ, વેઈટિંગ રુમ અદ્યતન બનશે. તથા દિવ્યાંગો માટે પણ વિશિષ્ટ વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમજ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી ઈકોફ્રેન્ડલી ઈમારતો બનશે. અમદાવાદ મંડળના નવ સ્ટેશનનો આજે PM મોદીના હસ્તે શિલાન્યાસ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈ-શિલાન્યાસ કરશે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ અસારવા સ્ટેશને ઉપસ્થિત રહેશે. અસારવા, પાલનપુર, કલોલ, નવા ભૂજ, ભચાઉ, પાટણ, હિંમતનગર, વિરમગામ, ધ્રાંગધ્રા સ્ટેશનનો સમાવેશ થાય છે.

અમદાવાદ મંડળના 16 રેલવે સ્ટેશનોનુ રી-ડેવલોપમેન્ટ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ દેશભરના 1,309 રેલવે સ્ટેશનોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરાશે. જેમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના 16 રેલવે સ્ટેશનોનુ રી-ડેવલોપમેન્ટ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળના રેલવે સ્ટેશનોનો ઈ-શિલાન્યાસ કરાશે. જેમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના 8 સ્ટેશનો સહિત ભૂજ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસારવા સ્ટેશનને ઉપસ્થિત રહેશે.

Back to top button