ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં 87 લાખ લોકો કરે છે 1થી વધુ નોકરી! જાણો કેમ આવી સ્થિતિ સર્જાઈ

Text To Speech
  • બહુવિધ નોકરીઓ પર કામ કરતા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી

નવી દિલ્હી, 9 ઓકટોબર: અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અને સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દુનિયાભરમાંથી લોકો વધુ સારા જીવનની શોધમાં અમેરિકા જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમેરિકાનું દેવું વધી રહ્યું છે. આ દેશના લોકો મોંઘવારીથી પરેશાન છે અને તેમના માટે એક કામથી જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઘણા વર્ષોથી લોકોના પગારમાં વધારો થયો નથી, જ્યારે આ સમયગાળા દરમિયાન મોંઘવારી નોંધપાત્ર રીતે વધી છે. સપ્ટેમ્બરમાં બહુવિધ નોકરીઓમાં કામ કરતા લોકોની સંખ્યા રેકોર્ડ 86.6 લાખ પર પહોંચી ગઈ છે. આ સંખ્યા રોગચાળા પહેલાની સરખામણીએ 300,000 વધુ છે અને 2008ની ટોચની સરખામણીએ 600,000 વધુ છે.

3 વર્ષમાં પાર્ટ-ટાઈમ નોકરીઓની સંખ્યામાં 30 લાખનો વધારો

એટલું જ નહીં, અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં પાર્ટ ટાઈમ જોબની સંખ્યામાં 30 લાખનો વધારો થયો છે. ત્રણ વર્ષનો આ રેકોર્ડ 2.82 કરોડની નજીક પહોંચી ગયો છે. ચિંતાની વાત એ છે કે, ગયા વર્ષે નવેમ્બરથી અત્યાર સુધીમાં ફુલ ટાઈમ રોજગારીમાં 10 લાખ(1 મિલિયન)થી વધુનો ઘટાડો થયો છે. અમેરિકામાં મોંઘવારી ટોચ પર છે. લોકો માટે તેમના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે. આ જ કારણ છે કે તેમને એકથી વધુ જગ્યાએ કામ કરવું પડે છે. હકીકત એ છે કે, મોંઘવારીના દરમાં ઘટાડો થયો હોવા છતાં, દેશમાં કિંમતોમાં કોઈ ઘટાડો થયો નથી. નિષ્ણાતો કહે છે કે, હાલમાં અમેરિકન લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મળવાની કોઈ આશા નથી.

અમેરિકાનું દેવું

અમેરિકાનું દેવું 35 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે, જે દેશની GDPના લગભગ 127% છે. અમેરિકાની GDPનું કદ 28.6 ટ્રિલિયન ડોલર છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકાનું દેવું 2.2 ટ્રિલિયન ડોલર વધ્યું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થામાં 1.6 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. જુલાઈ 2024ના ડેટા અનુસાર, અમેરિકાના દરેક નાગરિક પર 1,04,507 ડોલરનું દેવું છે. સ્થિતિ એવી બની ગઈ છે કે, અમેરિકાને વ્યાજની ચુકવણીમાં દરરોજ બે અબજ ડોલર ખર્ચવા પડે છે. આગામી દાયકામાં દેશનું દેવું $54 ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.

આ પણ જૂઓ: મોદી સરકારનો મોટો નિર્ણય, જાણો ગુજરાતને શું આપી મોટી ભેટ

Back to top button