અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

CBSE ધોરણ 12નું 87.98% પરિણામ જાહેર, 24 હજારથી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકા મેળવ્યા

Text To Speech

અમદાવાદ, 13 મે 2024, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામ બાદ આજે 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.

91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી
આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12માં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે.વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ http://cbse.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે છે.

આ પણ વાંચોઃધો.10 બોર્ડનું પરિણામ જાહેર : છેલ્લા 5 વર્ષનું રેકોર્ડબ્રેક 82.56% રીઝલ્ટ

Back to top button