એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

1.09 કરોડ નોકરીઓની ઑફર સામે સરકારી પોર્ટલ ઉપર 87.27 લાખ અરજી આવી

  • નાણાકીય વર્ષ 2024માં પોર્ટલ પર ઉપલબ્ધ નોકરીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા 214 ટકા અથવા લગભગ ત્રણ ગણો વધારો 

નવી દિલ્હી, 27 એપ્રિલ: સરકારના જોબ પોર્ટલ નેશનલ કેરિયર સર્વિસ (NCS) પર સૂચિબદ્ધ ખાલી જગ્યાઓએ એક રસપ્રદ વલણ દર્શાવ્યું છે. NCS ડેટા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2023-24માં પોર્ટલ દ્વારા ઉપલબ્ધ નોકરીઓ નોકરી શોધનારાઓ કરતાં નોંધપાત્ર રીતે વધુ હતી. FY24માં પોર્ટલ દ્વારા નોંધાયેલ નોકરી શોધનારાઓની સંખ્યા 87,27,900 છે જ્યારે 1,092,4161 નોકરીની ખાલી જગ્યાઓ છે.

ડેટાએ પણ સૂચવે છે કે, નાણાકીય વર્ષ 2024માં પોર્ટલ પર ઉપલબ્ધ નોકરીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા 214 ટકા અથવા લગભગ ત્રણ ગણો વધારો થયો હતો. નોકરીદાતાઓ દ્વારા પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવેલી નોકરીઓની ખાલી જગ્યાઓ FY24માં 1,092,4161 હતી જે FY23માં 34,81,944 હતી. જો કે, જોબ-સીકર્સ(નોકરી શોધનારાઓ)ની સંખ્યા FY23માં 57,20,748થી વધીને FY24માં 87,20,90 થઈ હતી જે 53 ટકાનો વધારો દર્શાવે છે.

FY24માં ભારત 8 ટકા કે તેથી વધુ વૃદ્ધિ પામી શકે છે: નિર્મલા સિતારમન 

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, નોકરીની ખાલી જગ્યાઓમાં વધારો અર્થતંત્રમાં ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. આ વર્ષે 30 માર્ચે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને મુંબઈમાં કહ્યું હતું કે, “FY24માં ભારત 8 ટકા કે તેથી વધુ વૃદ્ધિ પામી શકે છે.” સીતારમને વધુમાં કહ્યું હતું કે, “તમારી(ભારત) પાસે ત્રણ ક્વાર્ટરનો વિકાસ 8 ટકાથી ઉપર હતો, અને આશા છે કે ચોથું ક્વાર્ટર જે આવતીકાલે પૂર્ણ થાય છે,જે 8 ટકા અથવા 8 ટકાથી વધુ રહેશે, જેના પરિણામે 2023-24નો GDP ગ્રોથ 8 ટકા અથવા 8 ટકાથી વધુ રહેશે.”

કયા સેકટરમાં કેટલી નોકરીઓ?

FY24માં, NCS પોર્ટલ પર સૂચિબદ્ધ નોકરીની ખાલી જગ્યાઓની સૌથી વધુ સંખ્યા ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટર(finance and insurance sector)માં 46,68,845 જેટલી હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 134 ટકા વધુ છે. આ પછી ઓપરેશન્સ અને સપોર્ટ સેક્ટર(operations and support sector)માં 14,46,404 લિસ્ટેડ વેકેન્સી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 286 ટકા વધુ છે. સિવિલ અને કન્સ્ટ્રક્શન સેક્ટર(Civil and construction sector)માં 11,75,900 ખાલી જગ્યાઓ વધી હતી જ્યારે FY23માં માત્ર 9396 જગ્યાઓ હતી. અન્ય સેવા પ્રવૃત્તિઓમાં નોકરીની ખાલી જગ્યાઓ FY23માં 3,58,177 ખાલી જગ્યાઓની સામે FY24માં 199 ટકા વધીને 10,70,206 ખાલી જગ્યાઓ જોવા મળી હતી.

NCS ડેટાએ પણ દર્શાવે છે કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેની નોકરીઓની ખાલી જગ્યાઓમાં 526 ટકાનો વધારો નોંધાયો હતો. જે FY23ની સરખામણીએ FY24માં  1,10,175થી  વધીને 6,89,466 થઈ હતી. તેવી જ રીતે, IT અને કોમ્યુનિકેશન્સ, ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ, શિક્ષણ અને વિશિષ્ટ વ્યાવસાયિક સેવાઓ જેવા અન્ય ક્ષેત્રોમાં પણ નોકરીઓની ખાલી જગ્યાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. વિવિધ કૌશલ્યો અને શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો માટે નોકરીદાતાઓ દ્વારા NCS પોર્ટલ પર નોકરીઓ પોસ્ટ કરવામાં આવી હતી.

વિવિધ લાયકાતો ધરાવતા લોકો માટે નોકરીની ખાલી જગ્યાઓમાં નોંધપાત્ર વધારો 

12મું પાસ માટે 68,77,532 નોકરીઓ પોસ્ટ કરવામાં આવી હતી જે નાણાકીય વર્ષ 23થી 179 ટકા વધુ હતી તેમજ 10મું પાસ કે તેથી નીચેની લાયકાત ધરાવતા લોકો માટે 27,04,280 નોકરીઓ પોસ્ટ કરવામાં આવી હતી જે પાછલા વર્ષ કરતાં 452 ટકા વધુ છે. ITI અને ડિપ્લોમા ધારકો માટે FY24 માં 4,02,192 નોકરીઓ પોસ્ટ કરવામાં આવી હતી જે પાછલા વર્ષ કરતાં 378 ટકા વધુ છે. સ્નાતકો માટે પોર્ટલ પર પોસ્ટ કરાયેલી નોકરીઓની સંખ્યા 7,33,277 હતી જે FY23 કરતાં 129 ટકા વધુ છે. જેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ(post graduate), પીએચડી(PhD) અથવા પીજી ડિપ્લોમા ધારક(PG diploma holders) હતા તેમના માટે 60,531 નોકરીઓ હતી જે FY23 કરતાં 123 ટકા વધુ છે. સરકારી પોર્ટલ પરનો ડેટા સૂચવે છે કે, નોકરી શોધનારાઓની દરેક શ્રેણી માટે પૂરતી નોકરીઓ ઉપલબ્ધ છે. ઓછી કુશળ અને ઓછા પગારવાળી નોકરીઓની વધુ માંગ હતી. NCS જોબ પોર્ટલ પર સક્રિય નોકરીદાતાઓની સંખ્યા 15,64,800 છે, જે FY23 કરતાં 89 ટકા વધુ છે.

આ પણ જુઓ: ‘મોટો ઓફિસર આવ્યો છે…’ UPSC પાસ કરીને પુત્ર પહોંચ્યો પિતાની ઓફિસ, જુઓ વીડિયો

Back to top button