85 વર્ષના દાદીનો ફેશનેબલ લુક સોશિયલ મીડિયામાં વાયરલ, દાદીએ કહ્યું: નવું જીવન મળ્યું
- જો કોઈ વ્યક્તિમાં યુવાન રહેવાની ઈચ્છા જળવાઈ રહે તો તે દરેક ઉંમરે પોતાની જાતને શણગારી શકે છે
HD ન્યૂઝ ડેસ્ક, 21 નવેમ્બર: સુંદર દેખાવાની અને રહેવાની કોઈ ઉંમર હોતી નથી. જો વ્યક્તિમાં યુવાન રહેવાની ઈચ્છા જળવાઈ રહે તો તે દરેક ઉંમરે પોતાની જાતને શણગારી શકે છે. હવે ઝામ્બિયાના ફેશનેબલ 85 વર્ષીય દાદીમા મારગ્રેટ ચોલાએ વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. મારગ્રેટ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને આ ઉંમરે તેઓ પોતાની ફેશનથી ગ્લોબલ આઈકોન બની ગયા છે. મારગ્રેટ તેમના ઈન્સ્ટાગ્રામ પર અવનવી ફેશન તસવીરો શેર કરતા રહે છે અને તેમના ફોલોઅર્સ પર પ્રેમ વરસાવતા રહે છે. આ વિચાર મારગ્રેટને તેમની પૌત્રી ડાયના કુમ્બાએ આપ્યો હતો જે ન્યૂયોર્કથી આવી હતી. તે જ સમયે, દાદીની તસવીરોવાળી સિરીઝ આવ્યા બાદ, મારગ્રેટ પર વિશ્વની નજર પડી છે. જેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જૂઓ અહીં આ તસવીરો
View this post on Instagram
View this post on Instagram
આની શરૂઆત ક્યારે થઈ?
મારગ્રેટની પૌત્રીએ તેમનો ડ્રેસ અપ કર્યો. આ ટ્રેન્ડ ત્યારે શરૂ થયો જ્યારે એપ્રિલ 2024માં કુમ્બાએ સોશિયલ મીડિયા પર તસવીરોની સિરીઝ શેર કરી અને તે રાતોરાત વાયરલ થઈ ગઈ. આ પછી, તે તેમના દાદીની નવી-નવી ડ્રેસ અને સ્ટાઇલમાં તસવીરો શેર કરતી રહે છે.
કુમ્બાએ વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ સુધીના તમામ પોશાકમાં તેમના દાદીની તસવીરો શેર કરી છે. જેમાં દાદી ચોલા પણ તેમના દેશ ઝામ્બિયાના ધ્વજના ડ્રેસમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કુમ્બા 2012થી ફેશન સેક્ટરમાં છે. કુમ્બા કહે છે કે, તેમના દાદીને આ બધી વસ્તુઓની અલગ જ ઈચ્છા છે.
View this post on Instagram
દાદીમાને નવું જીવન મળ્યું
દાદીમા ચોલા કહે છે કે, આ બધી બાબતોએ મારી દુનિયા બદલી નાખી છે, હું આ જીવનનો આનંદ માણું છું, હવે હું આત્મવિશ્વાસથી ભરપૂર છું અને હવે હું મારા ભૂતકાળના પડકારોને પાર કરી રહી છું, મને આ ડ્રેસમાં પોતાને જીવતી થતાં જોઈ છે, મને લાગે છે કે મેં વિશ્વ જીતી લીધું છે, મને લાગે છે કે, ગ્રેની(દાદીમા) સિરીઝ લોકોને પણ પ્રેરણા આપશે, હવે લોકો શું કહેશે તેની ચિંતા છોડો અને પોતાનું જીવન જીવો’. ઉલ્લેખનીય છે કે, દાદીમા ચોલાનું ઈન્સ્ટાગ્રામ પર લેજેન્ડરી ગ્લેમા નામનું એકાઉન્ટ છે, જેના પર 1 લાખથી વધુ ફેન્સ તેને ફોલો કરે છે.
આ પણ જૂઓ: ’35નો છું, સિંગલ થોડો રહીશ?’ રશ્મિકા સાથે અફેરના સમાચાર વચ્ચે વિજય દેવરાકોંડાએ મૌન તોડ્યું