એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતમાં 3 સહીત દેશમાં નવા 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલયો ખુલશે

Text To Speech

નવી દિલ્હી, 6 ડિસેમ્બર : કેન્દ્રીય કેબિનેટે દેશભરના વિવિધ જિલ્લાઓમાં 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવા નવોદય વિદ્યાલયોની સ્થાપનાને મંજૂરી આપી છે. જે પૈકી 3 ગુજરાતમાં પણ ખુલવા પામનાર છે. જેમાંથી એક ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, અમરેલીના ચક્કરગાઢ તેમજ અમદાવાદના ઓગણજ ખાતે નિર્માણ પામનાર છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી. તમામ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને અન્ય શાળાઓ માટે અનુકરણીય મોડેલ બનાવવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય રાજધાની અને હરિયાણા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રોના અંદાજે 26 કિલોમીટર લાંબા રિથાલા-નરેલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી છે.

82 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે લાભ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવા નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે એક કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. આ અંગે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ નવા કેન્દ્રીય વિદ્યાલયો શરૂ થવાથી દેશભરના 82,000થી વધુ વિદ્યાર્થીઓને સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક મળશે.

ત્રણ દેશોમાં કેન્દ્રીય વિદ્યાલયો પણ ખોલવામાં આવી

85 નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપના અને 2025-26 સુધીના આઠ વર્ષના સમયગાળામાં એક વર્તમાન કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણ માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ.5,872.08 કરોડ છે, એમ નિવેદનમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આજની તારીખ સુધી સરળ રીતે કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયોની સંખ્યા 1,256 છે, જેમાંથી ત્રણ વિદેશમાં સ્થિત છે – મોસ્કો, કાઠમંડુ અને તેહરાન. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ શાળાઓમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ પણ વાંચો :- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કાલે શનિવારે અમદાવાદ આવશે, જાણો શેડ્યુલ

Back to top button