
નવી દિલ્હી, 7 જુલાઈ, 2025ઃ Gujarati children detained at the US border ગુજરાતીઓ અને પંજાબીઓની વિદેશ જવાની ઘેલછાને કારણે દર વર્ષે અનેક પરિવાર બરબાદ થાય છે છતાં એ પ્રવાહ હજુ અટકતો જ નથી. આ ઘેલછામાં સૌથી વધુ ભોગ બાળકોનો લેવાય છે. અને આજે મળી રહેલા અહેવાલ અનુસાર કેટલાય ગુજરાતી બાળકો સહિત કુલ 85 ભારતીય સગીરો હાલ અમેરિકા-મેક્સિકોની સરહદે ઝડપાયા છે અને તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. આઘાતજનક વાત એ છે કે, આ સગીરોને તેમના વાલીઓએ અમેરિકામાં પ્રવેશવા માટે એકલા જ ધકેલી દીધા હતા. અર્થાત આ 85 ભારતીય બાળકોની સાથે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ જ નહોતી!
પ્રમુખ ટ્રમ્પે અપનાવેલી સખ્તાઈ બાદ અમેરિકા-મેક્સિકો સરહદ પર ગેરકાયદે સરહદ પાર કરવાનું લગભગ બંધ થઈ ગયું છે, પરંતુ બોર્ડર પર એકલા બાળકોના ક્રોસિંગના પ્રયાસો હજી પણ યથાવત્ છે, જેમાં ભારતીય બાળકો પણ સામેલ છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ના ડેટા પ્રમાણે ઓક્ટોબર 01, 2024થી અત્યાર સુધીના દસ મહિના દરમિયાન 12થી 17 વર્ષના 85 જેટલા ભારતીય સગીર બાળકો એકલા ઝડપાયા હતા, જેમની સાથે પુખ્ત વયની કોઈ વ્યક્તિ ન હતી. બાળકોના આ જૂથમાં ગુજરાતના બાળકો પણ સામેલ છે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં ધાકધમકી કે માહિતી છુપાવીને કરાવાતા ધર્મપરિવર્તનમાં કેવી સજા ફટકારશે યોગી સરકાર?
ગત વર્ષે અર્થાત 2024ના નાણાકીય વર્ષમાં આ સંખ્યા 240 હતી, અને તેની સરખામણીમાં તેમાં 65 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ આંકડા દર્શાવે છે કે ગુજરાતી સહિત ભારતીય પરિવારો હજી પણ અમેરિકામાં ગેરકાયદે જવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને તેના માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. આમ સમગ્રતયા ચાલુ વર્ષે વિવિધ દેશોના 26,744 બાળકો અમેરિકી સરહદ પર કોઈના પણ સાથ વગર એકલા મળી આવ્યા હતા. ગત વર્ષે આ આંકડો 83,020 બાળકોનો હતો. આમ આ વખતે તેમાં 68 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી-2025માં બીજી વખત સત્તા સંભાળી તે દિવસથી જ તેમણે અમેરિકા-મેક્સિકો સરહદ પર ઈમર્જન્સી જાહેર કરી દીધી હતી અને સૈન્ય તૈનાત કરી દીધું હતું. ટ્રમ્પના આગમન બાદ ગેરકાયદે સરહદ પારના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તે સંપૂર્ણ પણે બંધ થઈ ગયું નથી. નાણાકીય વર્ષ 2025 માટેના માસિક ડેટામાં વધઘટ જોવા મળે છે. ઓક્ટોબર 2024માં 24 બાળકો, નવેમ્બરમાં 18, ડિસેમ્બરમાં 13, જાન્યુઆરી 2025માં 17, ફેબ્રુઆરીમાં ચાર, માર્ચમાં બે, એપ્રિલમાં એક અને મે મહિનામાં છ બાળકો આ રીતે અમેરિકામાં સરહદ પાર કરવાના પ્રયાસ કરતા મળી આવ્યા હતા.
ભારતીય સેન્ટ્રલ એજન્સીઓ અને માનવ તસ્કરી વિશેના નિષ્ણાતોનું કહેવું છે કે, આ પેટર્ન એક ઈરાદાપૂર્વકની રણનીતિ છે. તેઓ જણાવે છે કે, પરિવારો અમેરિકામાં પગપેસારો કરવા માટે પહેલાં બાળકોને મોકલી રહ્યા છે. એક વખત બાળકોને કસ્ટડીમાં લેવામાં આવે અને તેમને અસાયલમમાં મૂકવામાં આવે ત્યારબાદ પેરેન્ટ્સ ફેમિલી અથવા તો હ્યુમેનિટેરિયન આધારે અમેરિકામાં એન્ટર થવાનો પ્રયાસ કરે છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, ઘણા કિસ્સામાં પુખ્ત વયના લોકો બાળકોના ગાર્ડિયન હોવાનો ડોળ કરે છે. લીગલ સ્ક્રુટિનીને બાયપાસ કરીને અમેરિકામાં એન્ટર થવા માટે આ મેથડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મે મહિનામાં નોંધાયેલા એક કેસમાં 14 અને 10 વર્ષની વયના બે ગુજરાતી બાળકોએ બોટમાં યુએસ સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા તેમના પેરેન્ટ્સ સહિત બીજા એક ડઝન લોકો સાથે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ બોટમાં સવાર હતા અને દરિયા કિનારાથી થોડા જ દૂર હતા ત્યારે તેમની બોટ પલટી ગઈ હતી અને મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચોઃ ચીનની ચોંકાવનારી હકીકતઃ ટોચના અર્થતંત્રનાં બણગાં પણ Ph.D કરનારા ડિલિવરી બૉય તરીકે કામ કરે છે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>












