દક્ષિણ ગુજરાતયુટિલીટી

84 વિદ્યાર્થીઓ ઠંડીમાં સ્વેટર વગર શાળામાં આવતા શિક્ષક થયાં ભાવુક !

Text To Speech

વાત છે ડેડીયાપાડા જીલ્લાના ચોપડી પ્રાથમિક શાળાની, આ શાળામાં 1 થી 8 ધોરણના 84 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓ પાસે આવી ઠંડીમાં પહેરવા માટે સ્વેટર કે અન્ય કોઈ ગરમ કપડા નથી. તો 50% વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમની પાસે એક જ જોડી કપડા છે.

સોશિયલ મીડિયા પર માગી મદદ તો લોકો આવ્યા બાળકોની મદદે

ચોપડી શાળાના શિક્ષક વિનુભાઈ ગુજરિયા એક સાચા શિક્ષકની ફરજ અદા કરી રહ્યા છે. તેમનાથી તેમના બાળકોનું આ દુખ ના જોવાયું તો તેમને સોશિયલ મીડિયાનો સહારો લીધો. જેમાં તેમને પોતાની શાળાના 84 વિદ્યાર્થીઓ માટે નિ:સ્વાર્થ ભાવે મદદ માટે અપીલ કરી તો આજે કેટલાક મદદગારોએ આ શાળાની મદદે આવ્યા અને સ્વેટર, ગરમ કપડા અને ગરમ મોજાની મદદ કરી. હવેથી આ બાળકોને પડતી અગવડતા દુર થઈ.

આ પણ વાંચો : રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાની યાદમાં બનશે ‘હીરાબા સરોવર’

હમ દેખેંગેની ટીમે શિક્ષક વિનુભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, શાળામાં 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરે છે. બાળકો ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે. આવી ઠંડીમાં તેમને આ હાલતમાં જોઈ તેમને દુખ થયું તો તેઓએ સોશિયલ મીડિયાનો સહારો લઈને મદદની ગુહાર કરી. વધુમાં તેમને જણાવ્યું કે, બાળકો ને સરકાર તરફથી 1650 રૂપિયાની સહાયતા મળે છે. પણ બાળકો ગરીબ પરિવારના હોવાથી કેટલીક અગવડો રહેતી હોય છે.

Back to top button