83 વર્ષીય અલ પચિનો ચોથી વખત બન્યા પિતા, 29 વર્ષની ગર્લફ્રેન્ડ નૂરે પુત્રને આપ્યો જન્મ
- ગોડફાધર ફેમ 83 વર્ષીય અભિનેતા અલ પચિનો અને તેની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ એક પુત્રના માતા-પિતા બની ગયા છે, જેના પછી ચાહકો તેમને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
- અલ પચિનો બન્યા ચોથા બાળકના પિતા.
ગોડફાધર ફેમ 83 વર્ષીય હોલિવૂડના દિગ્ગજ અભિનેતા અલ પચિનો ભૂતકાળમાં ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહની પ્રેગ્નન્સીના કારણે ચર્ચામાં હતા. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે તે એક પુત્રના પિતા બન્યો છે. જ્યારે તેણે પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. હકીકતમાં, 83 વર્ષીય અભિનેતાના પ્રતિનિધિએ પીપલ મેગેઝિનને આ સમાચારની પુષ્ટિ કરી છે, જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે દંપતીએ તેમના પુત્રનું નામ રોમન પચિનો રાખ્યું છે, ત્યાર બાદ ચાહકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
અલ પચિનો બન્યા ચોથા બાળકના પિતા:
ગયા મહિને ખબર આવી હતી કે 29 વર્ષીય નૂર અલફલ્લાહ ફિલ્મ નિર્માતા આઠ મહિનાની ગર્ભવતી છે. જેના પિતા એક્ટર અલ પચિનો છે. તે જ સમયે પણ બંને સાથે જોવા મળ્યા હતા. જ્યારે હવે માતા-પિતા બનતાની સાથે જ ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે. અલ પચિનોએ ક્યારેય લગ્ન કર્યા નથી. તેમને જુલી મેરી નામની એક પુત્રી છે, જે 33 વર્ષની છે. અલ પચિનો ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ બેવર્લી ડી’એન્જેલોના 22 વર્ષીય જોડિયા એન્ટોન અને ઓલિવિયાના પિતા પણ છે. આમ અલ પચિનો પહેલાથી જ 3 બાળકોના પિતા છે જ્યારે આ એમનું ચોથું બાળક છે.
કોણ છે નૂર અલફલ્લાહ:
નૂર અલફલ્લાહ વિશે વાત કરીએ તો, તે સિનેમા રસિકો માટે અજાણી વ્યક્તિ હોઈ શકે છે પરંતુ તે પોતે હોલીવુડની રોયલ્ટી માટે જાણીતી છે. નૂર અલફલ્લાહ એક શ્રીમંત કુવૈતી અમેરિકન પરિવારમાંથી આવે છે અને ફિલ્મ નિર્માતા પણ છે. અંગત જીવનની વાત કરીએ તો અગાઉ તે 74 વર્ષીય અંગ્રેજી રોકસ્ટાર અને સુપ્રસિદ્ધ ગાયક મિક જેગરને ડેટ કરી ચૂકી છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું છે કે તેણીએ 50 ના દાયકાના મધ્યમાં અબજોપતિ પરોપકારી નિકોલસ બર્ગ્રેનને ડેટ કરી ચુકીછે.
આ પણ વાંચો: અકાલ તખ્તના નવા જથેદાર બન્યા જ્ઞાની રઘબીર સિંહ, અમૃતસરમાં SGPCની બેઠકમાં નિર્ણય