ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ, જાણો કયા શહેરોમાં છે મેઘની આગાહી

Text To Speech
  • સૌરાષ્ટ્રમાં સિઝનના વરસાદ કરતા 20 ટકા વધુ વરસાદ થયો
  • 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
  • રાજ્યના અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ

ગુજરાત રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. તો પણ ભાવનગર અને અમરેલી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે.

4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

રાજ્યમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સિઝનના વરસાદ કરતા 20 ટકા વધુ વરસાદ થયો છે. તેમજ રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મોન્સૂન ટર્ફ પસાર થતું હોવાથી સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ સુરત, ભરૂચ, વલસાડમાં વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ થયો છે. તથા આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ

આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 74 મિ.મી. ભાવનગરના શિહોરમાં 71 મિ.મી., સુરતના ઉમરપાડામાં 70 મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં 68 મિ.મી., તાપીના ડોલવણમાં 63 મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં 61 મિ.મી., કચ્છના અંજાર અને મહેસાણાના સતલાસણામાં 60 મિ.મી., નર્મદાના નાંદોદમાં 56 મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં 55 મિ.મી. ભાવનગરના ઉંમરાળામાં 54 મિ.મી., રાજકોટમાં 51 મિ.મી., અને ભરૂચમાં 50 મિ.મી. એમ મળી કુલ 16 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

Back to top button