ગુજરાત

ગુજરાતના આ વિસ્તારમાંથી એપ્રિલથી અત્યાર સુધી 81 પેકેટ ચરસ મળ્યું

  • બીએસએફને પણ જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ મળ્યા
  • ચરસના પેકેટ દરિયા કિનારેથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
  • SOGએ 53.43 લાખના 35 કિલો ચરસનો બિનવારસી જથ્થો કબજે કર્યો

ગુજરાતના જખૌ નજીકના વિસ્તારમાંથી એપ્રિલથી અત્યાર સુધી 81 પેકેટ ચરસ મળ્યું છે. જેમાં સતત ત્રીજા દિવસે જખૌ નજીક ચરસ અને હેરોઈનના પેકેટ મળ્યા છે. BSFએ શેખરણ પીર નજીકથી પેકેટ કબ્જે કર્યા છે. અલગ-અલગ દરિયાઈ વિસ્તારમાંથી પેકેટ મળી આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટના ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ ભેટ સ્વરૂપે અર્પણ કરાયું 

એક પેકેટ હેરોઇન ઝડપી પાડ્યુ છે

એપ્રિલથી અત્યાર સુધી 81 પેકેટ ચરસ મળ્યું છે. ગુજરાત પોલીસ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમને છેલ્લા થોડાં દિવસોથી સતત ચરસ અને હેરોઈનના બિનવારસી પેકેટ મળી રહ્યા છે. જેમાં ગુજરાતના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના અબડાસામાંથી ફરી એક વાર SOGએ 31 જેટલા ચરસના અને એક પેકેટ હેરોઇન ઝડપી પાડ્યા છે. બીસએફ પછી પશ્ચિમ કચ્છ SOGએ ચરસના પેકેટ ઝડપ્યા હતા.

આ પણ વાંચો: 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો અને પરિવારે HCમાં અરજી કરી 

બીએસએફને પણ જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ મળ્યા

અબડાસામાંથી SOGને 31 ચરસના પેકેટ મળી આવ્યા હતા. તેમજ 1 પેકેટ હેરોઈનનો મળી આવ્યો છે. અબડાસાના કોસ્ટલ વિસ્તારની પેટ્રોલિંગ દરમિયાન એસઓજીએ ચરસના પેકેટ ઝડપ્યા હતા. આ પહેલા બીએસએફને પણ જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ મળ્યા હતા. સતત બિનવારસી ચરસના પેકેટ દરિયા કિનારેથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. SOGને ડેલ્ટા ટીના પેકેટમાં 20 ચરસના પેકેટ મળી આવ્યા હતા. અબડાસામાંથી ભૂજ SOGએ ચરસના પેકેટ ઝડપ્યા છે. SOGએ 53.43 લાખના 35 કિલો ચરસનો બિન વારસી જથ્થો કબજે કર્યો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠાના દિયોદરમાં લાફાકાંડનો વિવાદ થતા કિસાન નેતા રાકેશ ટિકેત ગાંધીનગર આવશે 

ચરસના 10 પેકેટ પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી પ્રિન્ટ કરેલુ

આ પહેલા બીએસએફને જખૌના દરિયા કિનારાથી મળેલા ચરસના 10 પેકેટ પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી પ્રિન્ટ કરેલું છે. બીએસએફના જવાનોના પેટ્રોલિંગ દરમિયાન પીળા રંગના પ્લાસ્ટિક બેગમાથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. ચરસના પેકેટથી થોડાક મીટર દૂર સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી હેરોઇન પણ મળી આવ્યું છે.

Back to top button