ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારો પોતપોતાના ઘરે પહોંચ્યા

Text To Speech
  • પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને મુક્ત કરાયા:વાઘા બોર્ડરથી તમામ માછીમારોનો કબજો મેળવી ટ્રેન દ્વારા વડોદરા લવાયા
  • મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા
  • માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે

વેરાવળઃ પાકિસ્તાનની જેલમાંથી (Pakistan Jail) મુક્ત કરવામાં આવેલા 80 ભારતીય માછીમારો (Indian Fishermen) આજે દિવાળીની સાંજે પોતપોતાના ઘરે પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે, ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.

મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક જીગ્નેશકુમાર, ડૉ. ધ્રુવ દવે, કૌશિક દવે, પરવેઝ ઝીલાની, ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ અટારી સરહદે (Atari Border) તેમનો કબજો મેળવ્યો હતો. આ તમામ માછીમારોને વર્ષ 2020માં પકડવામાં આવ્યા હતા. હજી 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. મુક્ત કરાયેલા માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે. માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી.

માછીમારો-HDNews
માછીમારો-Photo-Gujarat Government

80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે અટારી સરહદે તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ તેમને તેમને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ માછીમારોમાં ગીર સોમનાથના 59, દેવભૂમિ દ્વારકાના 15, જામનગરના 2, અને અમરેલીના એક મળી ગુજરાતના 77 અને દિવના 3 મળી કુલ 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ અટારી બોર્ડેર ખાતેથી તેમનો કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા રવિવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હવે આ માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.

આ પણ વાંચોઃ જહાં સુરક્ષા બલ તૈનાત હૈ વહ સ્થાન મેરે લિયે કિસી મંદિર સે કમ નહીં હૈઃ પીએમ મોદી

Back to top button