છેલ્લા ઘણા દિવસોમાં તળીયે પહોંચેલા અદાણી ગ્રૂપના 8 શેરમાં આજે જોવા મળ્યો ઉછાળો
અદાણી સ્ટોક્સમાં ઉછાળો: છેલ્લા ઘણા દિવસો સુધી ઘટાડાને જોયા પછી, અદાણી જૂથના શેર આજે ઝડપી ઉપર આવતા જણાય છે. ગ્રૂપના 10માંથી 8 શેર ઉછાળા સાથે ઉપર આવ્યા છે અને 2માં ઘટાડો છે.
આ પણ વાંચો : વૈશ્વિક મંદીની અસર : હવે Dell પણ આટલાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં
મંગળવારે સવારના કારોબારમાં અદાણી જૂથના મોટાભાગની કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો હતો. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર 15 ટકાના વધારા સાથે તેની અપર સર્કિટ લિમિટને સ્પર્શ્યો હતો. અદાણી જૂથની આઠ કંપનીઓના શેર શરૂઆતના વેપારમાં નફામાં હતા, જ્યારે બે નુકસાનમાં હતા.
અદાણી એન્ટરપ્રાઇઝના શેર અપર સર્કિટ પર પહોંચ્યા
BSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેર 15 ટકા વધીને તેની ઉપલી સીમા એટલે કે રૂ. 1,808.25 સુધી પહોંચી ગયા છે. કંપનીની માર્કેટ મૂડી 2.06 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 8.96 ટકા વધીને રૂ. 595 થયા હતા. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1.28 લાખ કરોડ હતું.
અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓના શેરનું નુકસાન થયું
શરૂઆતના વેપારમાં અદાણી વિલ્મર પાંચ ટકા વધીને રૂ. 399.40 પર, અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકા વધી રૂ. 1,324.45 પર, અદાણી ગ્રીન એનર્જી 2.10 ટકા વધીને રૂ. 906.15 પર હતો. અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓ ખોટમાં હતી. અદાણી ટોટલ ગૈસ પાંચ ટકા ઘટીને તેની નીચલી સર્કિટ એટલે કે રૂ. 1,467.50 થયો હતો. અદાણી પાવર 4.99 ટકાના નુકસાન સાથે રૂ. 173.35 પર હતો. ACCના શેર 2.17 ટકા વધીને રૂ. 2,012.55 અને અંબુજા સિમેન્ટનો શેર ત્રણ ટકા વધીને રૂ. 391.15 થયો હતો. NDTV પાંચ ટકાના વધારા સાથે રૂ. 225.35 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો : સ્પાય બલૂન તોડ્યા બાદ શું અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે? જાણો રાષ્ટ્રપતિ બાઈડને શું કહ્યું
ગઈ કાલે બે કંપનીઓ વિશે મોટા સમાચાર આવ્યા હતા
તાજેતરમાં ભારતીય શેર બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ બનેલ અદાણી ગ્રૂપના શેરને લઈને નેશનલ સ્ટોક એક્સચેન્જે મોટો નિર્ણય લીધો છે. તેની અસર અદાણી ગ્રુપના બે શેરના રોકાણકારો પર જોવા મળશે. ભારતીય બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની સર્કિટ મર્યાદામાં સુધારો કરીને 5 ટકા કર્યો છે.
અદાણી જૂથે સોમવારે મોટો નિર્ણય કર્યો હતો
અદાણી ગ્રૂપે સોમવારે જણાવ્યું હતું કે તેના પ્રમોટર્સ સમય પહેલા 111.4 કરોડ ડોલર ચૂકવીને લોક કરેલા શેર છોડાવશે. અમેરિકાની શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલમાં ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના જૂથ પર છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી ગ્રુપ કંપનીઓના શેરમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. જો કે આજે રોકાણકારોને થોડી રાહત મળી છે.