

હાલ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાંથી દિવાલ, મકાનો, અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા
મળતી માહિતી મુજબ પંચમહાલની હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં GIDCમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા છે. જ્યારે આ ઘટનામાં 4 બાળકોના મોત થયા હોવાની વિગતો પણ સામે આવી છે. જ્યારે આ ઘટનામાં 2 મહિલા સહિત અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા
જાણકારી મુજબ હાલોલ GIDCમાં આવેલ એક કંપનીની દિવાલ ધરાશાયી થતાં કાટમાળની નીચે 8 લોકો દટાયા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હતા
બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે હાલોલ પોલીસની ટીમ પણ જીઆઈડીસી ખાતે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો બન્યા જળમગ્ન