ગુજરાત

આકાશમાંથી આફતની જેમ વરસ્યો વરસાદ ! વરસાદને પગલે રાજ્યમાં 8 લોકોના મોત, 11 ઘાયલ

Text To Speech

બિપરજોય વાવાઝોડા બાદ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે આ વરસાદને કારણે લોકોને જાનમાલને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. જાણકારી મુજબ ભારે વરસાદને કારણે રાજ્યમાં 8 લોકોના મોત થયા થછે. જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે.

ભારે વરસાદને પગલે 8 લોકોના મોત, 11 ઘાયલ

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે લોકોની જાન માલને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. વરસાદ આકાશમાંથી આફતની જેમ વરસતા રાજ્યમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સાથે વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે.

વરસાદ -humdekhengenews

રાજ્યમાં કઈ જગ્યાએ કેટલા લોકોના મોત થયા

ભારે વરસાદને પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે,જેમાં પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના મોત થયા છે. જ્યારે આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં જળબંબાકાર ! 24 કલાકમાં ગિરનાર પર 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

Back to top button