સંસદ ભવનની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ 8 કર્મચારી સસ્પેન્ડ
નવી દિલ્હી, 14 ડિસેમ્બર: સંસદમાં સુરક્ષા ભંગ બદલ લોકસભા સચિવાલયના આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ તમામ કર્મચારીઓ લોકસભાની સુરક્ષામાં ક્ષતિઓ માટે દોષી હોવાનું જાણવા મળ્યું છે. સસ્પેન્ડ કરાયેલા સુરક્ષાકર્મીઓના નામ રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્ર છે. 13 ડિસેમ્બરે બનેલી ઘટના બાદ સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
વિપક્ષોએ ગૃહ પ્રધાનના રાજીનામાની માંગ કરી
આ મુદ્દાને લઈ લોકસભાની કાર્યવાહીની શરૂઆતથી વિપક્ષો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. જેને લઈ લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોએ આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે . રાજ્યસભાના સાંસદ ડૉ. સૈયદ નાસિર હુસૈને નિયમ 267 હેઠળ બિઝનેસ સસ્પેન્શન નોટિસ આપી છે, જેમાં સંસદની સુરક્ષા ઉલ્લંઘનની ઘટના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગણી કરવામાં આવી છે.
Lok Sabha Secretariat has suspended total eight security personnel in yesterday’s security breach incident.
— ANI (@ANI) December 14, 2023
સંસદ ભવનમાં હુમલો કરનારા તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે. પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા ચાર આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ ખેડૂતો, બેરોજગારી અને મણિપુરના મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવા માગતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ભગત સિંહ ફેન ક્લબ સાથે જોડાયેલા છે. આ બધાની મુલાકાત લગભગ દોઢ વર્ષ પહેલા મૈસુરમાં થઈ હતી.
दिल्ली: 13 दिसंबर को सुरक्षा चूक की घटना के बाद संसद में सुरक्षा बढ़ा दी गई है। मकर द्वार से केवल सांसदों को ही संसद भवन में प्रवेश की अनुमति दी जा रही है और भवन में प्रवेश करने वाले सभी व्यक्तियों के जूते उतरवाकर भी उनकी गहन जांच की जा रही है। pic.twitter.com/cEo0RN1w8v
— ANI_HindiNews (@AHindinews) December 14, 2023
સંસદમાં અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી
બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ખોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો આ વિસ્તારમાંથી પસાર થતા દરેક વાહન અને વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકસભા સચિવાલયે સાંસદોને તેમના ‘સ્માર્ટ કાર્ડ’ નવા બિલ્ડિંગ સુધી પહોંચવા માટે તૈયાર રાખવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: સંસદ સ્મોક એટેકઃ આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ