ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓડિશામાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ, 12ની હાલત ગંભીર

Text To Speech
  • કેઓંઝર જિલ્લામાં NH-20 હાઇવે પર મુસાફરોથી ભરેલી વાને પાર્ક કરેલી ટ્રકને મારી ટક્કર
  • અકસ્માત થવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી

ઓડિશા, 1 ડિસેમ્બર : ઓડિશાના કેઓંઝર જિલ્લામાં NH-20 હાઇવે પર શુક્રવારે સવારે મુસાફરોથી ભરેલી વાન પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મૃતકો ગંજમના દિગાપહાંડીના રહેવાસી હતા. અકસ્માત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

 

અકસ્માતમાં આઠ લોકોના થયાં મૃત્યુ

પોદામરી ગામના 20 લોકો એક વાનમાં જિલ્લાના મા તારિણી મંદિર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્યનું ઘાટગાંવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શરૂઆતમાં ઘાયલોને ઘાટગાંવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને કટકની SCB મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાનના ટુકડા થઈ ગયા હતા.

 

પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

માહિતી મળતાં જ બાલીજોડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ હતી, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબતે કેઓંઝરના SP કુસલકર નીતિન દગુડુએ જણાવ્યું હતું કે, “20 લોકોથી ભરેલી વાન ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને તે દરમિયાન તે ટ્રક સાથે અથડાઈ હતી. ધુમ્મસ હોવાના કારણે આશંકા છે કે વાનનો ડ્રાઈવર ટ્રક જોવા માટે સક્ષમ ન હોવાથી અકસ્માત થયો હશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વાનમાં બે પરિવારો અને તેમના પડોશમાં રહેતા લોકો ગુરુવારે રાત્રે મા તારિણીના દર્શન કરવા માટે તેમના ઘરેથી નીકળ્યા હતા અને શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ આ દુ:ખદ અકસ્માત થયો હતો.

આ પણ જુઓ :મણીપુરની બેંકમાં લૂંટારૂઓએ ધોળે દિવસે ચલાવી 18.85 કરોડ રૂપિયાની લૂંટ

Back to top button