ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ITR ફાઈલ કરનારની સંખ્યામાં 9%નો વધારો, એક વર્ષમાં 7.51 કરોડથી વધી 8.18 કરોડ થયા

Text To Speech

નવી દિલ્હી, 01 જાન્યુઆરી 2024: આકારણી વર્ષ 2023-24 માટે 31 ડિસેમ્બર 2023 સુધી 8.18 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કરતા નવો રેકોર્ડ બન્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ આ અંગે માહિતી આપી છે. CBDTના જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બર સુધી 7.51 કરોડ કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા. આમ, આ વર્ષે IT ફાઈલ કરનારની સંખ્યામાં 9%નો વધારો થયો છે. આ ઉપરાંત, આ જ સમયગાળામાં ફાઈલ કરાયેલા ઓડિટ રિપોટ્સ અને અન્ય ફોર્મ્સની કુલ સંખ્યા 1.60 કરોડ થઈ છે. જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 1.43 કરોડ ઑડિટ રિપોટ્સ અને ફોર્મ ફાઇલ કરવામાં આવ્યા હતા.

GST કલેક્શનમાં થયો વધારો

સરકારે વર્ષ 2023માં જીએસટીથી રેકોર્ડ કમાણી કરી છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આ 8મી વખત છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. જો આખા વર્ષના કુલ કલેક્શનની વાત કરીએ તો લગભગ 19.63 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા છે. આ ઉપરાંત, વર્તમાન નાણાકીય વર્ષમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન જોવા મળ્યું છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં સમાન કલેક્શન 13.40 લાખ કરોડ રૂપિયા હતું.

ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ 1.66 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. જેમાં અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1.49 લાખ કરોડનું કલેક્શન જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: 2024: નવા વર્ષની સાથે-સાથે દેશમાં થશે આ ફેરફાર, તમને શું થશે અસર?

 

Back to top button