7th Pay Commissionને લઈને સરકારી કર્મચારીઓને મળી શકે છે ખુશખબર, આટલો થશે વધારો
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને સરકાર દ્વારા નજીકના સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંન્ને વર્ષમાં બે વાર સંશોધિત કરવામાં આવે છે. ત્યારે હવે નવી સરકારની રચાના થઈ ગઈ છે તેમજ નવુ વર્ષ પણ આવી રહ્યુ છે. ત્યારે સરકારી કર્મચારીઓના 7th Pay Commissionનમાં વધારાને લઈને મોટા સમાચાર આવી શકે છે.
આ પણ વાંચો; કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ : મોંઘવારી ભથ્થામાં (DA) 4% નો વધારો
ડીએમાં 3થી 5 ટકાનો વધારો થવાની શક્યતા
કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો જેમાં 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાક પેન્શનધારકોને સીધો લાભ મળ્યો છે. ત્યારે સરકાર નવા વર્ષની શરુઆતમાં ડીએમાં 3થી 5 ટકાનો વધારો કરવામાં આવશેની જાણ મળી રહી છે.
અગાઉ પણ 4 ટકાનો કરાયો હતો વધારો
અગાઉ કરેલા વધારામાં સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ કુલ મોંઘવારી ભથ્થામાં 38 ટકા પર પહોંચી ગયું હતું. સપ્ટેમ્બર વધારા પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને 34 ટકા ડીએમ મળી રહ્યું હતું. જેને માર્ચ 2022માં 3 ટકાનો વધારો મળ્યો હતો. જે બાદ હવે ફરી એક વાર ડીએમાં વધારો કરવામાં આવી શકે છે.