ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી દ્વારા 7મી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન, 400 સ્ટાર્ટઅપ્સ લેશે ભાગ

  • ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 22 દેશોમાંથી એક લાખથી વધુ સહભાગીઓ આવશે
  • 5000 CEO સ્તરના પ્રતિનિધિઓ, 230 પ્રસ્તુતકર્તાઓ, 400 સ્ટાર્ટઅપ્સ લેશે ભાગ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે શુક્રવારે 7મી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ-2023 પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન PM મોદી દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 ‘5G યુઝ કેસ લેબ્સ’ પ્રદાન કર્યું હતું. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)એ 27થી 29 ઓક્ટોબર, 2023 દરમિયાન યોજાનારી એશિયાની સૌથી મોટી ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને જણાવ્યું હતું કે, “પહેલા તો 10-12 વર્ષમાં સરકાર જ હેંગ થઈ જતી હતી, 2014માં લોકોએ જૂનો ફોન બદલી નાંખ્યો.”

 

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઇવેન્ટ ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજીમાં ભારતની અવિશ્વસનીય પ્રગતિને ઉજાગર કરવા, મહત્વપૂર્ણ જાહેરાતો કરવા અને સ્ટાર્ટ-અપ્સને તેમના નવીન ઉત્પાદનો અને ઉકેલો પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. IMC 2023માં આશરે 5000 CEO સ્તરના પ્રતિનિધિઓ, 230 પ્રસ્તુતકર્તાઓ, 400 સ્ટાર્ટઅપ્સ અને અન્ય હિતધારકો સહિત 22 દેશોમાંથી એક લાખથી વધુ સહભાગીઓ ભાગ લેશે.

 

શૈક્ષણિક સંસ્થાઓને 100 5G યુઝ કેસ લેબ્સનું કર્યું પ્રદાન 

વડાપ્રધાન મોદીએ શૈક્ષણિક સંસ્થાઓને 100 5G યુઝ કેસ લેબ્સ પ્રદાન કરી હતી. આ લેબ્સ દ્વારા ડ્રોન 5G અને 6G ટેક્નોલોજીના વિકાસમાં મદદ કરશે. આ પ્રયોગશાળાઓ દ્વારા આત્મનિર્ભર ભારતની પ્રગતિને સરળ બનાવવામાં આવશે. તેમજ ભારતનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સરળ બનશે.

સેમિકન્ડક્ટર ચિપ્સની માંગને પહોંચી વળવા માટે સરકારે 8000 કરોડ રૂની PLI સ્કીમ શરૂ કરી : PM

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, ” દેશની ભાવિ પેઢી દેશના ટેક ઉદ્યોગનું નેતૃત્વ કરી રહી છે, જે સારી બાબત છે. PMએ કહ્યું કે દેશમાં 5G ટેક્નોલોજી વિશ્વની સરખામણીમાં ઝડપથી બહાર પાડવામાં આવી છે, તેમ છતાં અમે અટક્યા નથી. દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની માંગને પહોંચી વળવા માટે સરકારે 8000 કરોડ રૂપિયાની PLI સ્કીમ શરૂ કરી છે, જેમાં વિશ્વની કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે મળીને સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવી રહી છે. ભારતને 2 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડથી જોડે છે. 75 લાખ ગરીબ બાળકોને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે જોડ્યા. આપણા યુવાનો ગમે તેટલા ક્ષેત્ર સાથે જોડાશે, તેટલો વધુ ફાયદો થશે. G20 મીટિંગમાં વિશ્વ માટે સાયબર સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હાર્ડવેર અને સોફ્ટવેરને સુરક્ષિત રાખવાની ચર્ચા કરવામાં આવી હતી. સમાજને ટેક્નોલોજીને સુરક્ષિત બનાવવા માટે , ટેક્નોલોજીને પણ સુરક્ષિત બનાવવી પડશે. ભારતના યુવાનો વિચારશીલ નેતા છે જેમને વિશ્વ અનુસરે છે, અમે UPIમાં વિચારશીલ નેતા છીએ, જેને સમગ્ર વિશ્વ અનુસરે છે, તેમણે કહ્યું કે આપણે ટેકનોલોજીમાં પણ વિચારશીલ નેતા બનવું પડશે. આ માટે તેમણે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના સભ્યોને કામ કરવાની પ્રેરણા આપી હતી.

 

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ સેક્ટરની પ્રગતિ વિશે જણાવ્યું કે, “ભારતમાં બનેલા ટેલિકોમ સાધનોની 70થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે 90,000 કરોડ રૂપિયાથી વધુના મોબાઈલ ફોનની નિકાસ કરવામાં આવી હતી.’ મંત્રી વૈષ્ણવના કહેવા પ્રમાણે, ’10 વર્ષ પહેલા 98% મોબાઈલ આયાત કરવામાં આવતા હતા, આજે 98% મોબાઈલ ભારતમાં બને છે. બીજી તરફ દુનિયાની સૌથી સસ્તી ડેટા સર્વિસ પણ ભારતમાં ઉપલબ્ધ છે.”

આ પણ જાણો :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે, લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ

Back to top button