ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદમાં હોબાળો કરતાં 78 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ, કુલ 92 સાંસદો પર કાર્યવાહી

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: સંસદમાં સુરક્ષા ભંગના મામલે વિપક્ષી દળો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગૃહમાં ભારે હોબાળાના પગલે લોકસભા બાદ સોમવારે રાજ્યસભામાંથી પણ 34 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોને સ્પીકરની વાત ન માનવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામ સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગણી કરીને હંગામો મચાવ્યો હતો. બપોર બાદ લોકસભામાં વિપક્ષના કુલ 33 સાંસદોને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા. અત્યાર સુધી રાજ્યસભાના સ્પીકર અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના 45 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આમ, શિયાળુ સત્રથી અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોની વિગત

મમતા બેનર્જીએ સાંસદોના સસ્પેન્શનને અયોગ્ય ગણાવ્યું 

સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રોષ ઠાલવ્યો હતો.તેમણે કહ્યું કે, બધાને સામૂહિક રીતે સસ્પેન્ડ કરવા એ બિલકુલ પણ યોગ્ય નથી. જો સાંસદોને એવી જ રીતે સસ્પેન્ડ કરાશો તો વિપક્ષ ગૃહમાં કેવી રીતે અવાજ ઉઠાવશે. ગૃહમાં ત્રણ મહત્વપૂર્ણ બિલ પાસ થવા જઈ રહ્યા છે. ત્યારે વિપક્ષને સંપૂર્ણપણે સસ્પેન્ડ કરીને ગૃહ ચલાવવું નૈતિક રીતે યોગ્ય નથી.

લોકસભામાં 33 વિપક્ષના સાંસદો સસ્પેન્ડ

લોકસભામાં સ્પીકરના વારંવારના ઇનકાર કરવા છતાં પણ હંગામો મચાવનાર વિપક્ષી પાર્ટીના સાંસદો સામે કાર્યવાહી કરાઈ હતી. જે અંતર્ગત લોકસભામાંથી અધીર રંજન ચૌધરી સહિત કુલ 33 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સાંસદોને શિયાળુ સત્રના બાકીના સમય માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ વિશેષાધિકાર સમિતિના પેન્ડિંગ રિપોર્ટ મુજબ લોકસભાએ વધુ ત્રણ સભ્યો જેવા કે, કે. જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલેકેને સસ્પેન્ડ કર્યા છે.

14 સાંસદો તો પહેલેથી જ સસ્પેન્ડ છે

ઉલ્લેખનીય છે કે, સોમવારે જ રાજ્યસભા અને લોકસભાના કુલલ 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ લોકસભાના 13 અને રાજ્યસભાના 1 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે સસ્પેન્ડેડ સાંસદોની કુલ સંખ્યા 47 પર પહોંચી ગઈ છે. આ તમામ પર ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ અને અધ્યક્ષની અવમાનનાનો આરોપ છે.

લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા 33 સાંસદોના નામ

@ANI

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- મોદી સરકાર સંસદ પર હુમલો કરી રહી છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંસદોના સસ્પેન્શનને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું-  પહેલા ઘૂસણખોરોએ સંસદ પર હુમલો કર્યો. હવે મોદી સરકાર સંસદ અને લોકશાહી પર હુમલો કરી રહી છે. નિરંકુશ મોદી સરકારમાં 47 સાંસદોને સસ્પેન્ડ કરીને લોકતાંત્રિક ધોરણોની અવમાનના કરવામાં આવી રહી છે.  અમારી માંગ છે કે ગૃહમંત્રી અમિત શાહ બંને ગૃહોમાં આ મુદ્દા પર નિવેદન આપો અને તેના પર ચર્ચા થવી જોઈએ.

આ પણ વાંચો: સંસદકાંડ વધુ વકર્યો, અધીરરંજન સહિત લોકસભામાંથી 31 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ

Back to top button