ગુજરાતટ્રેન્ડિંગ

કચ્છના નાના રણમાં પ્રવેશબંધીથી 7,600 નાના અગરિયાઓની રોજીરોટી પર જોખમ

Text To Speech
  • સહાનુભૂતિપૂર્વકનું વલણ રાખવા રાજ્ય સરકારને અપીલ કરાઈ છે
  • રણમાં મીઠું પકવવાના તેમના અધિકાર તેમને કાયમ મળવા જોઈએ: અગરિયા હિતરક્ષક મંચ
  • 7 હજાર 600 જેટલા નાના અગરિયા પરિવારોના રણમાં જવાના અધિકાર માન્ય નહીં

કચ્છના નાના રણમાં પ્રવેશબંધીથી 7,600 નાના અગરિયાઓની રોજીરોટી પર જોખમ છે. ફક્ત સિઝન પૂરતા વપરાશી અધિકારો અગરિયા માગી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી વનવિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ છે. 7 હજાર 600 જેટલા નાના અગરિયા પરિવારોના રણમાં જવાના અધિકાર માન્ય નહીં.

આ પણ વાંચો: ગુજરાત: સાયબર સ્લેવના નામના ઇન્ટરનેશનલ રેકેટથી ખળભળાટ મચી ગયો

સહાનુભૂતિપૂર્વકનું વલણ રાખવા રાજ્ય સરકારને અપીલ કરાઈ છે

કચ્છના નાના રણમાં તથા ઘુડખર અભયારણ્યમાં વર્ષોથી સીઝન પૂરતું વડાગરા- પોડા મીઠું પકવતા આશરે 7 હજાર નાના અગરિયા પરિવારોને મહિનો-દોઢ મહિના પછી શરૂ થતી સિઝનમાં રણમાં નમક પકવવા માટે જવા દેવાની અગરિયા હિતરક્ષક મંચે માગણી કરી છે. છેલ્લા 2 વર્ષથી અભયારણ્ય સરવેમાં તથા સેટલમેન્ટ રિપોર્ટમાં નામ નહીં હોવા જણાવી અગરિયાઓને રણમાં જતાં રોકી તેમની હેરાનગતિ થાય છે, ત્યારે ગયા વર્ષે જેમ રજૂઆતો અને લોકપ્રતિનિધિઓની ભલામણોથી અગરિયાઓને રણમાં મીઠું પકવવા જવા દેવાયા હતા તેમ આ વખતેય તેમની સાથે સહાનુભૂતિપૂર્વકનું વલણ રાખવા રાજ્ય સરકારને અપીલ કરાઈ છે.

રણમાં મીઠું પકવવાના તેમના અધિકાર તેમને કાયમ મળવા જોઈએ: અગરિયા હિતરક્ષક મંચ

ઘુડખર અભયારણ્યના સરવે અને સેટલમેન્ટ રિપોર્ટ મુજબ રણમાં 497 મોટા લીઝ ધારકો- મોટા અગરિયાઓના જ નમક પકવવાના અધિકાર માન્ય અપાયા છે. બાકીના 7 હજાર 600 જેટલા નાના અગરિયા પરિવારોના રણમાં જવાના અધિકાર માન્ય નહીં રખાતા તેમની રોજીરોટી છીનવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અગરિયા હિતરક્ષક મંચ એવી દલીલ કરે છે કે, ઘુડખર અભયારણ્યમાં કુલ 4,95,370 હેક્ટર જમીન છે, જે પૈકી 7,600 અગરિયાઓને 10-10 એકરમાં મીઠું પકવવાના માત્ર સિઝન પૂરતા વપરાશી હક્ક મળે તોય અભયારણ્યની માત્ર 6 ટકા જમીન વપરાય, આ સંજોગોમાં નાના અગરિયાઓને રણમાં પ્રવેશના તથા રણમાં મીઠું પકવવાના તેમના અધિકાર તેમને કાયમ મળવા જોઈએ.

Back to top button