ટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતના પડોશી દેશમાં ભારે વરસાદને પગલે 76 લોકોનાં મોત

Text To Speech

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે 76 લોકોનાં મોત થયા છે, જ્યારે 133 લોકો ઘાયલ છે. મૃતકોમાં 31 બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મોત થયા છે. વરસાદને કારણે 78 મકાનો પણ ધરાશાયી થયા છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ આ જાણકારી આપી છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

PAKISTAN-3

ભારે વરસાદથી પાકિસ્તાનમાં જનજીવન ખોરવાયુ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વરસાદની સૌથી વધુ અસર અસર જોવા મળી રહી છે. અહીં 48 લોકોનાં મોત થયા છે. વરસાદે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એક દિવસમાં લગભગ 11.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેનાથી લોકોના જનજીવન પર અસર થઈ છે. વરસાદની સૌથી વધુ અસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થઈ છે, જ્યાં 48 લોકોનાં મોત થયા છે. ત્યાં વરસાદે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે, એક દિવસમાં 11.4 ઈંચ વરસાદ નોંધાયો છે.

PAKISTAN-1

બીજી તરફ લાહોરમાં 6ઠ્ઠી જુલાઈના રોજ થયેલા વરસાદમાં રસ્તા પર પાર્ક કરેલા વાહનો પણ ડૂબી ગયા હતા.

PAKISTAN-2

ક્રિકેટ રમતા 8 બાળકોનાં મોત

પડોશી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવારે ભૂસ્ખલનને કારણે ક્રિકેટ રમતા 8 બાળકોનાં મોત થયા છે. અહીં ભારે વરસાદને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 20 થઈ ગઈ છે. વરસાદને કારણે આ બીજો સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોના મતે પાકિસ્તાનમાં ક્લાઈમેટ ચેન્જના કારણે મોસમી વરસાદ વધી રહ્યો છે. ગત વર્ષે પાકિસ્તાનમાં વરસાદની મોસમમાં પૂરના કારણે 1700 લોકોનાં મોત થયા હતા. તે જ સમયે, તેની અસર 33 લાખ લોકોના જીવન પર પડી.

આ પણ વાંચો: Viral Video: પિતા સાથે લગ્ન કરીને પાકિસ્તાની યુવતી બની ચોથી પત્ની? શું છે આ વિડિયોનું સત્ય

 

Back to top button