રાજકોટ શહેરની શાળાઓના 7500 વિદ્યાર્થીઓ એક સાથે PMના ચિત્ર પર રંગપૂરણી કરી વિશ્વ વિક્રમ સ્થાપ્યો
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તે પહેલા રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનના ચિત્રો પર રંગપૂરણી કરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ખાનગી શાળાઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળાઓના મળીને કુલ 7500થી વધુ વિદ્યાર્થીઓ એક જ સાથે સમૂહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રોમાં રંગપૂરણી માટે એકત્ર થઈ, એક સાથે રંગ પૂરી વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.
આજે યુનિવર્સીટી રોડ સ્થિત અમૃત ઘાયલ હોલ ખાતે સવારે 10 થી 12 કલાક દરમિયાન આ આયોજન કરાયું હતું. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે- “આપણા વડાપ્રધાન રાજકોટ પધારતા હોય ત્યારે રાજકોટવાસીઓમાં તેમને આવકારવાનો થનગનાટ અનેરો છે. તાજેતરમાં મેયર પ્રદિપભાઈ ડવ અને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે આ રંગપૂરણીના કાર્યક્રમ યોજવાના વિચારને, રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન વતી અમે સહર્ષ વધાવી લીધો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે હોય, તેથી 75નાં આંકને અંકીત કરવા અમે 7500 વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે ચિત્રોમાં રંગપૂરણી કરવામાં આવે તેવું આયોજન કર્યું હતું. ”
આ કાર્યક્રમ રાજ્યસભાના રામ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર પ્રદીપ ડવ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.