ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

આઝાદીના 75 વર્ષ પછી પણ નર્મદા જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની અછત-જર્જરીત મકાન: ચૈતર વસાવાનો મુખ્યમંત્રીને પત્ર

  • 54 જેટલી શાળાઓ જર્જરીત, 3 જેટલી શાળાઓ પાળી પધ્ધતિથી ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ ભયના ઓથારા હેઠળ અભ્યાસ કરવા મજબુર: ચૈતર વસાવા
  • મને કહેતા દુઃખ થાય છે કે રજુઆત કરવા છતાં અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારની જેમ મારા મત વિસ્તારમાં પણ 27 શાળાઓ માત્ર 1 શિક્ષક: ચૈતર વસાવા
  • મારી સરકારને વિનંતી છે કે મારા મતવિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવામાં આવે તથા જર્જરીત શાળાઓ દુર કરી નવી શાળાઓ બનાવવામાં આવે: ચૈતર વસાવા

વિશાલ મિસ્ત્રી; રાજપીપળા : એક તરફ ગુજરાત સરકાર દ્વારા આગામી 12 /06/23 થી 14/06/23 દરમીયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવાનો છે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 13/06/23 ના રોજ સાગબારાના જાવલી ખાતે આવવાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવવાના હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સણસણતો પત્ર લખી ડેડીયાપાડા અને સાગબારાની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરાવા તથા જર્જરીત શાળાઓના સમારકામ કરવાની માંગ કરી છે.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે આઝાદીના 75 વર્ષ વિતી ગયા સરકાર જ્યારે આઝાદી કા અમૂર્ત મહોત્સવ મનાવી રહી છે ત્યારે નર્મદાના ડેડીયાપાડા- સાગબરા તાલુકાની સરકારી શાળાઓમાં પુરતા શિક્ષકો નથી અને શાળા જર્જરીત હાલતમાં છે જે ખુબ ગંભીર પ્રશ્ન છે.અગાઉ પણ મે 17/03/2023 ના રોજ ગુજરાત સરકારના મંત્રી કુબેર ડીડોર અને સચિવ વિનોદ રાવને રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી હતી. પરંતુ પત્રવ્યવહાર સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે ગંભીર બાબત કહી શકાય.

આ પણ વાંચો- હર્ષ સંઘવીની મોટી જાહેરાત: રાજ્યના પોલીસ જવાનો હવે લોકોનો જીવ બચાવશે, અપાશે ખાસ તાલીમ

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003 માં નર્મદા જિલ્લા માંથી જ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી હતી. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અભિયાન હાલ ચલાવવામાં આવે છે.

ચૈતર વસાવાએ રજુઆત કરતા વધુમાં જણાવ્યું છે કે ભુતકાળમાં મે અનેક વાર આ બાબતે રજૂઆત કરી છે, ત્યારે મને કહેતા દુઃખ થાય છે કે અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારની જેમ મારા મત વિસ્તારમાં પણ 27 જેટલી શાળાઓ માત્ર 1 શિક્ષકથી ચાલે છે, એક જ શિક્ષકે તમામ વર્ગના બાળકોને અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવુતિ પણ કરવી પડે છે.

54 જેટલી શાળાઓ જર્જરીત હાલતમાં છે, 3 જેટલી શાળાઓ પાળી પધ્ધતિથી ચાલે છે.જેથી અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભયના ઓથારા હેઠળ અભ્યાસ કરવા મજબુર બન્યા છે.મારી સરકારને વિનંતી છે કે મારા મતવિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવામાં આવે તથા જર્જરીત શાળાઓ દુર કરી નવી શાળાઓ બનાવવામાં આવે.

Back to top button