ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહાર વિધાનસભામાં વિપક્ષના વિરોધ વિના 75% અનામત બિલ પસાર

Text To Speech
  • રાજ્ય સરકારે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
  • બિલમાં OBC અને EBCનો 43% હિસ્સો આપવામાં આવ્યો

બિહાર : બિહારની રાજ્ય સરકારે ગુરુવારે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ છે. આ સિવાય EWS માટે 10% અનામત અલગ રહેશે. આમ બિહારમાં તમામ વર્ગો મળીને કુલ 75% નાગરિકોને અનામત કેટેગરીમાં સમાવી લેવામાં આવ્યા છે. હાલમાં બિહારમાં આ વર્ગોને 50% અનામત મળે છે. જાતિની વસ્તી ગણતરીનો અહેવાલ રજૂ કર્યા પછી, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં 65% અનામતની જાહેરાત કરી હતી. હાલમાં બિહારમાં આરક્ષણ મર્યાદા 50% છે. EWSને આનાથી અલગ 10% અનામત મળતું હતું. પરંતુ, જો નીતિશ સરકારનો પ્રસ્તાવ પસાર થતાં 50% અનામતની મર્યાદા તૂટી જશે. હવે બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે.

કોને કેટલી અનામત મળશે?

BIHAR RESERVATION BILL
BIHAR RESERVATION BILL TABLE

બિહાર કેબિનેટે મંગળવારે જાતિ આધારિત અનામતને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી પછાત અને અત્યંત પછાત વર્ગને 30 ટકા અનામત મળતું હતું, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે, અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતું, હવે તેમને 20 ટકા મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગને એક ટકા અનામત હતું, હવે તેમને બે ટકા અનામતનો લાભ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે પછાત જનરલ પુઅર કેટેગરી (EWS) માટે 10 ટકા આરક્ષણ ઉમેરીને તેને વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ છે.

તાજેતરમાં જ બિહારમાં જાતિ ગણતરીના પરિણામો આવ્યા છે. બિહાર સરકારે તેને વિધાનસભામાં પણ રજૂ કરી હતી. આ દરમિયાન નીતિશ કુમારે ગૃહમાં કહ્યું હતું કે, “જાતિ સર્વેક્ષણ રિપોર્ટને ધ્યાનમાં રાખીને અન્ય પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ક્વોટા વધારવાની જરૂર છે. રાજ્યમાં વસ્તીના આધારે વર્ગો માટે અનામત વધારી શકાય છે.”

આ પણ વાંચો :બિહારમાં 75% અનામત લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર, સરકાર 9 નવેમ્બરે બિલ લાવશે

Back to top button