ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 72,993 સ્ટાર્ટ-અપ નોંધાયા, મહારાષ્ટ્ર મોખરે

Text To Speech

ભારતીય સ્ટાર્ટઅપ્સ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે. હવે સરકારી આંકડાઓ પણ આ વાત પર મહોર લગાવી રહ્યા છે. સરકારે સંસદમાં તાજેતરમાં માહિતી આપી છે કે ભારતમાં છેલ્લા છ વર્ષમાં 72,993 નવા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. આ સ્ટાર્ટઅપ્સે આ સમયગાળામાં લગભગ 7.68 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે.

startup-Ranking 2022 hum dekhenge

ભારતમાં છેલ્લા છ વર્ષમાં 72,993 સ્ટાર્ટઅપ્સ નોંધાયા

સરકારી ડેટા અનુસાર નવા સ્ટાર્ટ-અપ મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. આ ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા છ વર્ષમાં 72,993 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. આ ડેટા જાન્યુઆરી 2016 પછીના સમયગાળાના છે, જ્યારે સરકારે તેની સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું. માહિતી અનુસાર, બેંગલુરુ, એનસીઆર અને મુંબઈ દેશના મુખ્ય સ્ટાર્ટઅપ કેન્દ્રો છે. મહારાષ્ટ્રમાં, 13,519 સ્ટાર્ટઅપ્સનું સર્જન કરવામાં આવ્યું હતું અને તેઓએ આ સમયગાળામાં 1.46 લાખ નોકરીઓનું સર્જન કર્યું હતું.

ભારતમાં 105 યુનિકોર્ન છે જેનું બજાર મૂલ્ય $1 બિલિયનથી વધુ

સરકારી ડેટા અનુસાર મહારાષ્ટ્ર સ્ટાર્ટઅપ્સમાં હાલમાં સૌથી આગળ છે. તેણે દિલ્હી અને કર્ણાટકને પાછળ છોડી દીધું છે. છેલ્લા છ વર્ષમાં સર્જાયેલા સ્ટાર્ટઅપ્સ અને રોજગારી માટે મહારાષ્ટ્ર ભારતના સ્ટાર્ટઅપ કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે. આ ડેટા જાન્યુઆરી 2016 પછીના સમયગાળાને આવરી લે છે, જ્યારે મોદી સરકારે તેની સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી.

મહારાષ્ટ્રમાં 13,519 સ્ટાર્ટઅપ્સ

વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં પ્રશ્નોના જવાબ આપી રહ્યાં હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં 13,519 નવા સ્ટાર્ટઅપ્સનો જન્મ થયો છે અને તેઓએ આ સમયગાળા દરમિયાન 1.46 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે. કર્ણાટક અને દિલ્હી બીજા અને ત્રીજા સ્થાને છે. દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં 8,881 સ્ટાર્ટઅપ્સ અને 1.03 લાખ નોકરીઓ સર્જાઈ છે. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાનીમાં 8,636 સ્ટાર્ટઅપ્સ અને 87,643 નોકરીઓનું સર્જન થયું હતું.

ડિજિટાઈઝેશનની માંગે સ્ટાર્ટઅપ માર્કેટને વેગ આપ્યો

મંત્રીએ કહ્યું કે સરકાર પાસે સ્ટાર્ટઅપ્સ દ્વારા કરવામાં આવેલા રોકાણ પર કોઈ કેન્દ્રિય ડેટાબેઝ નથી. જોકે, ઈન્ડિયન પ્રાઈવેટ ઈક્વિટી એન્ડ વેન્ચર કેપિટલ એસોસિએશન અને પ્રેક્સિસ ગ્લોબલ એલાયન્સના ડેટા અનુસાર, 2016 અને 2020માં સ્ટાર્ટઅપ્સે કુલ $63 બિલિયન ફંડ એકત્ર કર્યું છે.

ભારતમાં 105 યુનિકોર્ન

ધી ઇકોનોમિકના એક અહેવાલ મુજબ, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ 2021 માં વિક્રમી $36 બિલિયનની કમાણી કરી હતી કારણ કે રોગચાળા વચ્ચે ડિજિટાઇઝેશનની માંગ અનેકગણી વધી હતી. યુકે સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ડેટા પ્લેટફોર્મ પ્રેકિને અનુમાન લગાવ્યું છે કે 2020માં $11 બિલિયનની તુલનામાં 2021 માં સાહસ અને સ્ટાર્ટઅપ રોકાણ ત્રણ ગણાથી વધુ થશે. હાલમાં, ભારતમાં 105 યુનિકોર્ન છે જેનું બજાર મૂલ્ય $1 બિલિયનથી વધુ છે. જોકે, આ સ્ટાર્ટઅપ્સમાં સૌથી વધુ સંખ્યા ટેક્નો સ્ટાર્ટઅપ્સની છે. ટેક સ્ટાર્ટઅપ્સ વિદેશી ફંડ એકત્ર કરવામાં પણ મોખરે છે.

 

Back to top button