ગુજરાતના 71 કેદીઓ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકશે
ગાંધીનગરઃ (Gujarat)ગુજરાત સરકારે તાજેતરમાં જ જેલ ખાતાના ફિક્સ પે અધિકારીઓના ભથ્થામાં વધારો કરીને તેમની દિવાળી સુધારી હતી. (71 prisoners)ત્યાર બાદ હવે રાજ્યની જેલમાં રહેલા 71 કેદીઓને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે (celebrate Diwali with families) તે માટે રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુકિત અંગેની નીતિમાં સુધારો કર્યો છે. ત્યાર બાદ તેમને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક મહત્વનું પરિબળ
દિવાળીના તહેવાર પહેલા જેલ મુક્ત કરાયેલા કેદીઓની વિગત આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, સાબરમતી મધ્યસ્થ જેલમાંથી 40 કેદીઓ, વડોદરા જેલમાંથી 12, રાજકોટ જેલમાંથી 4, લાજપોર જેલમાંથી 8, નડિયાદ જેલમાંથી 1, જૂનાગઢ જેલમાંથી 1, ભરૂચ જેલમાંથી 1, નવસારી જેલમાંથી 1, મોરબી સબ જેલમાંથી 1, ગોધરા સબ જેલમાંથી 2 કેદીઓ મુક્ત કરાયા છે. જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક પણ આ નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે.