ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

700 વર્ષ જૂની પરંપરા: ડીસાના મુડેઠા ગામે ભાઇબીજના દિવસે યોજાય છે અશ્વદોડ

બનાસકાંઠા, 3 નવેમ્બર, બનાસકાંઠામાં ડીસાના મુડેઠા ગામે અશ્વદોડ યોજાઈ રહી છે. ભાઈ-બહેનના પવિત્ર પર્વ ભાઈબીજના દિવસે મુડેઠા ગામમાં 761 અશ્વદોડ યોજાય છે. જેને નિહાળવા માટે દૂર-દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો અશ્વ દોડ નિહાળવા આવી પહોંચ્યા છે..આ પ્રસંગે રાજપૂત સમાજના લોકો બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે. અશ્વ દોડ પાછળ વર્ષો જૂનો ઈતિહાસ જોડાયેલો છે. જેના કારણે આજે પણ રાજપૂતોએ પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે.

રાઠોડ પરિવાર ધારણ કરે છે બખ્તર

ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લગભગ 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે. ત્યારે આજે આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઊમટી હતી. દર વર્ષે અલગ અલગ પાર્ટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચુંદડી આપવા જાય છે. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઇ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિ પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગમે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે.

જાણો શું છે ઇતિહાસ

વર્ષો પહેલા ઝાલોરના રાજાએ મુસ્લિમોના ડરથી પોતાના પંથકમાં દીકરી પરણાવી હતી. જે બાદ આ વિસ્તારના મુડેઠા ગામના દરબાર દ્વારા આ રાજાની દીકરીના ભાઈ બન્યા હતા. આથી રાજાએ તેમને બખ્તર આપ્યું હતું. આ બખ્તર આજે પણ આ દરબાર લોકોના રીતિરિવાજ મુજબ એક વ્યક્તિને પહેરાવી અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં અશ્વો સહીત ઊંટ પણ જોડાય છે. ‘દર વર્ષે અલગ અલગ કુળના રાઠોડ પરિવારો ચૂંદડી આપવા જાય છે’ સદીયોથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 400 જેટલા અશ્વો અને ઊંટ સાથે અસ્વારોએ ભાગ લીધો છે. 700 વર્ષ જૂની પરંપરાની આ અશ્વદોડ જોવા હજારો લોકોની ભીડ ઉમટી છે. રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે, પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં અહીં કોઈપણ જાતના પોલીસ-બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે.

આ પણ વાંચો..છી, છી, છી કળિયુગમાં મા-દીકરાના સંબંધો લજવાયા, પુત્ર સાથે લગ્ન કરવા પતિથી લીધા છૂટાછેડા

Back to top button