શાકાહારી મગર ‘બાબિયા’નું મોત, 70 વર્ષથી પ્રસાદ ખાઈ કરતો મંદિરની રક્ષા
તમે જાણતા જ હશો કે મગર માંસાહારી છે અને તેની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક શાકાહારી મગર પણ હતો, જે કેરળના શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરની રક્ષા કરતો હતો. હા, આ બિલકુલ સાચું છે. જો કે હવે આ રહસ્યમય શાકાહારી મગરનું મોત થયું છે. આ મગરનો મૃતદેહ મંદિરના તળાવમાંથી મળી આવ્યો હતો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનું મોત રવિવારે જ થયું હતું.
આ શાકાહારી મગરનું નામ ‘બાબિયા’ હતું. રિપોર્ટ્સ અનુસાર, ‘બાબિયા’ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. બે દિવસથી તે જમતો પણ ન હતો, જ્યારે પહેલા જ્યારે મંદિરના પૂજારી તેને પ્રસાદ ખાવા માટે બોલાવતા ત્યારે તે ભાગી જતો હતો.
Divine Crocodile Babiya which was guarding Sri Anantapura Lake Temple in #Kasaragod of Kerala is no more.
Vegetarian #Babiya lived here in the Temple lake for the last 70+ years eating the Prasadam of Sri Ananthapadmanabha Swamy.
May God bless this soul. Om Shanti. pic.twitter.com/daPSQSkS58
— Adv K Shreekanth (@AdvkShreekanth) October 9, 2022
એવું કહેવાય છે કે તેને દિવસમાં બે વાર મંદિરનો પ્રસાદ ખાવા માટે આપવામાં આવતો હતો. તે માત્ર ચોખા અને ગોળની બનેલી ખીચડી ખાતો હતો. મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવતા ભક્તો પણ તેમને પ્રસાદ ખવડાવતા હતા. લોકો તેને ભગવાનનો દૂત કહેતા.
તમને જાણીને નવાઈ લાગશે કે બાબિયા જ્યાં રહેતો હતો તે તળાવમાં માછલીઓ છે, પરંતુ તે ક્યારેય માછલી ખાતો નહોતો.
તળાવમાં સ્નાન કરતી વખતે ભક્તોને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું ન હતું. તે વિશ્વમાં તેના પ્રકારનો એકમાત્ર મગર હતો.
અહેવાલો અનુસાર, આ શાકાહારી મગરને મંદિરના પ્રાંગણમાં જ દફનાવવામાં આવ્યો છે. આ મગરની અંતિમ વિદાયમાં અનેક લોકો સામેલ થયા હતા.