- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પોનો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર, 08 ઓગસ્ટ 2024, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 17મા ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્ષ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બંને મંત્રીએ એક્સપોનો શુભારંભ કરીને પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2024 સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્ષ્પો અને લેબટેક એક્ષ્પોની 17મી આવૃત્તિનું થીમ નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત છે.
આંખના લેન્સનો 70 ટકા હિસ્સો ગુજરાતમાં બને છે
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ફાર્મા ટેક્નોલોજી ઈન્ડેક્સ.કોમ દ્વારા ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ફાર્મા મશીનરી, લેબ, વિશ્લેષણાત્મક અને પેકેજિંગ સાધનોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ એક્ષ્પોમાં વિવિધ આફ્રિકન દેશોના ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ આપવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેના પરિણામે ફાર્મા ઉદ્યોગને રાજ્યમાં વેગ મળ્યો છે.ગુજરાતમાં ફાર્માટેક એક્ષ્પો અને લેબટેક એક્ષ્પોના આયોજનથી ઉદ્યોગ સાહસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દેશમાં હૃદયના રોગ માટે વપરાતા સ્ટેન્ટનું અંદાજિત 50 ટકા ઉત્પાદન ગુજરાતમાં થઇ રહ્યું છે.આંખમાં જે લેન્સ વપરાય છે જેનો 70 ટકા હિસ્સો ગુજરાતમાં બને છે.
એક્ષ્પોમાં બે નવા વિશિષ્ટ પેવેલિયન રજૂ કરાયા
અંગોલા, બુર્કિના ફાસો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈથોપિયા, ઘાના, મોઝામ્બિક અને નામીબિયાના આફ્રિકન દેશો ખરીદદારો ભારતીય પ્રદર્શકો સાથે સહભાગી થયા છે. આ મીટનો ઉદ્દેશ્ય બજારની પહોંચને વિસ્તૃત કરવાનો અને ખરીદદારો અને વિક્રેતા બંને માટે મૂલ્યવાન તકો ઊભી કરવાનો છે આ એક્ષ્પોમાં નો મુખ્ય ઉદેશ છે.ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલ આ પ્રદર્શનમાં 400થી વધુ પ્રદર્શકો ભાગ લઇ રહ્યા છે. જેનો નાગરિકોને બહુધા પ્રમાણમાં લાભ લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. આ વર્ષના એક્ષ્પોમાં બે નવા વિશિષ્ટ પેવેલિયન રજૂ કરાયા છે. જેમાં પમ્પ્સ, વાલ્વ, પાઈપ્સ અને ફિટિંગ્સ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના આવશ્યક કોમ્પોનેન્ટ્સમાં નવીનતમ પ્રગતિ અને નવીનતાઓ અને ફોર્મ્યુલેશન, ન્યુટ્રાસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, API, રસાયણો, ઘટકો, અને ફ્રેગરન્સ જેવા વિષયોને આવરી લેવાયા છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે IACCના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSMEનું લોન્ચિંગ કર્યુ