- ટીપી સ્કીમો બનાવવાની કામગીરીમાં સરકારે ઝડપ લાવી
- ઔડા અને એએમસીને રિઝર્વેશનના પ્લોટ મળવાનો માર્ગ મોકળો
- ઔડા અને એએમસીને જંગી નાણાકીય આવક થશે
અમદાવાદ શહેરની 7 પ્રિલીમનરી ટીપી સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે. હવે વિસ્તારના ભાવ વધશે. તેમજ અલગ- અલગ TPOની કામગીરી, જાહેર સુવિધા મળવાનો માર્ગ મોકળો થયો છે. ટીપી સ્કીમો સરકારમાં મોકલાતાં ઔડા- મ્યુનિ.ને રિઝર્વેશનના પ્લોટ મળશે. તથા સ્કીમને મંજુરી મળવાથી ઔડા અને મ્યુનિ.ને રિઝર્વેશનના પ્લોટનો કબજો મળશે.
આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મામલે કોંગ્રેસમાં ડખા પડ્યા
ઔડા અને એએમસીને રિઝર્વેશનના પ્લોટ મળવાનો માર્ગ મોકળો
અમદાવાદ શહેરની 7 પ્રિલીમનરી ટીપી સ્કીમોને ટીપીઓએ છેલ્લા 10 દિવસમાં આખરી મંજુરીઓ આપતાં ઔડા અને એએમસીને રિઝર્વેશનના પ્લોટ મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે આ ટીપી સ્કીમો સરકારમાં મોકલવામાં આવશે. બાદમાં સરકાર તેને મંજુર કરવાની કામગીરી કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર
છેલ્લા થોડા વર્ષોથી ટીપી સ્કીમો બનાવવાની કામગીરીમાં સરકારે ઝડપ લાવી
છેલ્લા થોડા વર્ષોથી ટીપી સ્કીમો બનાવવાની કામગીરીમાં સરકારે ઝડપ લાવી છે. જેના લીધે અમદાવાદ શહેરની 7 પ્રિલીમનરી ટીપી સ્કીમો ચાંદખેડા- 453, વાસણા (બીજો ફેરફાર) 26, સનાથલ- તેલાવ- 91/એ, નિકોલ-119, કઠવાડા- 414, વિંઝોલ- 455, અને રાણીપ- ચેનપુર- ચાંદલોડિયા- 66માં હાલ ટીપીઓ નિમાયેલા છે. છેલ્લા ઘણા સમયથી ટીપીઓ દ્વારા આ સાતેય પ્રિલીમનરી ટીપી સ્કીમોની કામગીરી કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે, ડીલર વર્તુળોમાં જોરદાર ચર્ચા જામી
ટીપી સ્કીમોને ટીપીઓએ આખરી મંજુરીઓ આપવાની કામગીરી પૂર્ણ કરી
પરંતુ ગત્ તા.19થી તા.28 જૂન સુધીમાં આ સાતેય ટીપી સ્કીમોને ટીપીઓએ આખરી મંજુરીઓ આપવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. હવે આ સાતેય ટીપી સ્કીમો સરકારમાં મોકલવામાં આવશે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આ ટીપી સ્કીમો સરકારમાં આવ્યા બાદ તેને મંજુરી આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. જે મંજુરી મળ્યે અમદાવાદ શહેરમાં અને ઔડા વિસ્તારમાં જાહેર સુવિધાના કામો માટે માર્ગ મોકળો બની જશે. નિયમ એવો છે કે ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજુર થયેથી જે- તે ઓથોરિટીને રોડ માટે જમીન પ્રાપ્ત થતી હોય છે.
ઔડા અને એએમસીને જંગી નાણાકીય આવક થશે
રોડ માટે જમીન મળી ગયા બાદ તેના પર પાણીની પાઈપલાઈન અને ગટરની લાઈનનું કામ થઈ જતું હોય છે. પરંતુ રિઝર્વેશનના પ્લોટ પ્રિલીમનરી ટીપી સ્કીમને મંજુરી મળે તેના પછી જ મળતાં હોય છે. આથી ઉક્ત સાતેય પ્રિલીમનરી ટીપી સ્કીમને મંજુરી મળવાથી ઔડા અને મ્યુનિ.ને રિઝર્વેશનના પ્લોટનો કબજો મળશે. જેમાં સેલ ફોર કોમર્શિયલ, સેલ ફોર રેસિડેન્શિયલ માટે પણ પ્લોટ મળશે. જેના લીધે તેના વેચાણથી ઔડા અને એએમસીને જંગી નાણાકીય આવક થશે.