જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમ્યાન 7 યાત્રિકોના હાર્ટ એટેકથી મૃત્યુ
- પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડયા છે
- ગતવર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકના મોત થયા હતા
- સાત યાત્રિકોએ રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો
જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમ્યાન રાજકોટના ત્રણ સહિત કુલ સાત યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. આ બનાવથી સાથે આવેલા યાત્રીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડયા છે
પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડયા છે. જેમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મુળજીભાઈ રૂડાભાઈ લોખીલનું માળવેલા ઘોડી નજીક, જસદણ તાલુકાના નવાગામના પરષોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણીનું ભવનાથ તળેટીમાં, અમરસરના હમીરભાઈ સોદાભાઈ લમકાનું ભવનાથ તળેટીમાં, દેવડાના રસિકલાલ ભોવાનભાઈ ભરડવાનું ઈટવા ઘોડી પાસે હાર્ટએટેકથી મોત થયું હતું.
સાત યાત્રિકોએ રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો
તેમજ રાજકોટના મનસુખભાઈ મોહનભાઇનું જીણાબાવા મઢી પાસે, ગાંધીધામના આલાભાઈ ગોવિંદભાઇ ચાવડાનું 11 નંબર ચેકપોસ્ટ પાસે અને રાજકોટના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ડાયાભાઇ સિંધવનું સરકડીયા પાસે એટેક આવવાથી મોત થયુ હતું. ગતવર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકના મોત થયા હતા. જ્યારે આ વર્ષે બે દિવસમાં જ પરિક્રમા કરવા આવેલા સાત યાત્રિકોએ રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: કચ્છ: કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ