ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નકલી વિઝા વાયા દુબઈ કૌભાંડનો પર્દાફાશ, સાત ઝડપાયા

  • દુબઈ સ્થિત નકલી કંપનીઓ દ્વારા વિઝા કૌભાંડ
  • દિલ્હી પોલીસે ઘણા લોકોને છેતરનારા સાત આરોપીની કરી ધરપકડ
  • આરોપીઓ પીડિતો પાસેથી કન્સલ્ટેશન ફી તરીકે રૂ. 59,000 વસૂલતા
  • કેસનો માસ્ટરમાઇન્ડ ઇનામુલ હક બિહારના દરભંગાનો રહેવાસી 

દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોમવારે દુબઈ સ્થિત નકલી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા વિઝા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી પોલીસે નકલી કંપનીઓ દ્વારા વિઝા કૌભાંડમાં ઘણા લોકોને છેતરનારા સાત આરોપીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી રવિન્દર યાદવે જણાવ્યું હતું કે, આરોપીઓ દુબઈ સ્થિત અનેક નકલી કંપનીઓ દ્વારા પીડિતો પાસેથી કન્સલ્ટેશન ફી તરીકે રૂ. 59,000 વસૂલતા હતા. બિહારના દરભંગાનો ઇનામુલ હક આ બધા પાછળનો માસ્ટરમાઇન્ડ હતો. આરોપીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી દુબઈ સ્થિત કંપનીઓનો ડેટા લીધો હતો.

 

દિલ્હી પોલીસ દ્વારા વિઝા કૌભાંડનો પર્દાફાશ

 

વિઝા કૌભાંડ કેસ પર સ્પેશિયલ સીપી (ક્રાઈમ) રવિન્દ્ર યાદવે જણાવ્યું કે, “આ કેસના સંબંધમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પીડિતોની સંખ્યા હજારો અથવા કરોડોમાં હોઈ શકે છે. કેસના મોટાભાગના ફરિયાદીઓ કેરળના રહેવાસી છે. મુખ્ય સૂત્રધાર ઈનામુલ હક છે, જે દરભંગાનો રહેવાસી છે. તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ વસંત કુંજ, મહિપાલપુર અથવા દ્વારકા જેવી સારી જગ્યાએ ફ્રન્ટ ઓફિસ ખોલતા હતા, તેઓ ઓફિસમાં થોડા લોકોને નોકરીએ રાખતા હતા અને જેઓ ઓફિસની મુલાકાત લેતા હતા તેઓને આ એક મોટી કંપની જેવી લાગતી હતી. આરોપીઓ Naukri.com જેવા પ્લેટફોર્મ પરથી ડેટા મેળવીને ટેલીકોલિંગનો ઉપયોગ કરતા હતા. જેઓ તેમની વાત માનીને તેમના કોલનો જવાબ આપતા હતા, આરોપીઓ તેમને ફોન કરીને તેઓની દિલ્હી ઓફિસમાં બોલાવતા હતા. જ્યાં આરોપીઓ આવા લોકો પાસેથી આશરે રૂ. 60,000 લેતા હતા. આરોપીઓ 2-3 મહિના સુધી આ રીતે કામ કરતા હતા અને પછી તેઓ તેમની ઓફિસ બંધ કરીને ગાયબ થઈ જતા હતા…”

 

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી રવિન્દર યાદવ કહ્યું કે, “વિઝા કૌભાંડમાં ઘણા લોકો પાસેથી છેતરપિંડી કરવા બદલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ દુબઈ સ્થિત ઘણી નકલી કંપનીઓ દ્વારા દરેક પીડિતા પાસેથી કન્સલ્ટેશન ફી તરીકે રૂ. 59,000-60,000 વસૂલતા હતા. બિહારના દરભંગાનો રહેવાસી માસ્ટરમાઇન્ડ ઈનામુલ હક છે. ઝાકિર નગરમાં જોગાબાઈ ખાતે આવેલી તેમની ઓફિસમાંથી મોટી માત્રામાં ગુનાઈત સામગ્રી મળી આવી છે. કેસમાં તેઓએ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી દુબઈ સ્થિત કંપનીઓનો ડેટા લીધો હતો.”

આ પણ જુઓ :દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં વધારો, GRAPનો સ્ટેજ 2 લાગુ

Back to top button