અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULE : ઉત્તરાખંડમાં ભાવનગરના 7 લોકોના મોત, AAP કોર્પોરેટરે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો, જાણો ISROએ ચંદ્રયાન-3ને લઈ શું જાણકારી આપી

ઉત્તરાખંડમાં ગુજરાતના મુસાફરોની બસ ખીણમાં પડી

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે એક બસ ખીણમાં પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે. 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે.બસમાં ભાવનગરના 31 મુસાફરો સવાર હતા. ઉતરાખંડમાં ગંગોત્રી નજીક બનેલી ગોઝારી ઘટનામાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત થયા છે.ત્યારે આ ઘટનામાં ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલ અભિનવ પાર્કમાં રહેતા કમલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ઉપાધ્યાય પણ યાત્રા માટે ગયા હતા, જ્યા યાત્રા દરમિયાન બનેલી ઘટનામાં મીનાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન થયું છે, તેમના મૃત્યુના સમાચારને લઈને તેમના પરિવારજનો તેમજ તેમની સોસાયટીમાં દુઃખનો માહોલ છવાયો છે,તેમને સંતાનોમાં બે બાળકો છે, તેઓના મોટા દીકરાના દિવાળી બાદ લગ્ન હતા,દીકરાના વહુને જોવાની ઈચ્છા સાથે હરખભેર તેઓ યાત્રાએ ગયા જ્યાં આ દુઃખદ ઘટના બની, હાલ તેમના પુત્ર તેમના મૃતદેહને લેવા માટે ગતરાત્રિના જ ઉતરાખંડ જવા નીકળી ગયા છે. 

   

કોર્પોરેશનમાં સિક્યુરિટી ગાર્ડના મોટા કૌભાંડનો AAP કોર્પોરેટરે પર્દાફાશ કર્યો
સુરત મહાનગરપાલિકાના પુણા વેસ્ટ વોર્ડ નંબર-16માં રાત્રિના સમયે સિક્યુરિટી ગાર્ડને લઈને કેટલીક સમસ્યાઓ સામે આવી હતી. સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે, સિક્યુરિટી ગાર્ડ યોગ્ય રીતે કામગીરી બજાવતા નથી અને રાત્રિના સમયે પણ ગાર્ડન સહિતનાં કેટલાંક સ્થળ ઉપર સિક્યુરિટી ગાર્ડ રહેતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા રાત્રિ સમયે અલગ-અલગ જગ્યા ઉપર જઈને સિક્યુરિટી ગાર્ડ છે કે કેમ? તે તપાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં તેઓને શંકા ગઈ છે કે, ખૂબ મોટું કૌભાંડ સિક્યુરિટી એજન્સી અને કોર્પોરેશનના સત્તાધીશો મળીને કરી રહ્યા છે. શક્તિ પ્રોટેક્શન ફોર્સ દ્વારા મોટાભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને કોર્પોરેશનને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડતા હોવાની વાત ધ્યાનમાં આવી છે. ખાસ કરીને નિયત કલાકો કરતાં વધારે કલાકોનું કામ સિક્યુરિટીના માણસો પાસેથી લેવામાં આવી રહ્યું છે અને તેની સામે તેઓને વેતન પણ ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું હોવાની વાત સામે આવી છે.

પ્રજ્ઞેશની વચગાળાની જામીન અરજી પર આજે ચુકાદો
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી પ્રગ્નેશ પટેલની વચગાળાની જામીન અરજી પર આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચુકાદો આવશે.તથ્યની રેગ્યુલર જામીન પર પણ આજે સુનાવણી હાથ ધરાશે.પ્રગ્નેશ પટેલ પર અગાઉ ઘણા કેસ દાખલ છે. જો તેને જામીન મળે તો તે નાસી જાય. સાક્ષીઓને દબાવવા, ધમકાવવા અને ફોડવા જેવા કામ કરી શકે છે. પ્રગ્નેશ પટેલનો કેન્સરનો દાવો છે તો તેની સારવાર જેલ ઓથોરિટી દ્વારા સરકારી હોસ્પિટલમાં કરાવાઈ શકાય છે. આરોપીએ ધરપકડ વખતે, ત્યાર બાદ રેગ્યુલર જામીન અરજી વખતે પોતાને કેન્સર છે તેવું જણાવ્યું નથી. આરોપીએ માત્ર જેલની બહાર આવવા કેન્સરનું બહાનું આગળ ધર્યું છે. દરેક જામીન અરજીમાં બીમારી કોમન ગ્રાઉન્ડ હોય જ છે. આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. તેની રાજકીય લાગવગ પણ છે.

પ્રજ્ઞેશ પટેલ-humdekhengenews

હજુ 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતનાં છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભાવનગર સહિતનાં વિસ્તારમાં વરસાદની આગાહી છે. સાબરકાંઠાનાં વિજયનગર અને હિંમતનગરમાં વરસાદ વરસતા ખેડૂત ખુશખુશાલ થઈ ગયા હતા.

ચંદ્રયાન-3એ મોકલી ચંદ્રની લેટેસ્ટ તસવીરો
ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ટકેલી છે. તે જ સમયે ભારતીય સ્પેસ એજન્સી ISROએ વિક્રમ લેન્ડર દ્વારા મોકલવામાં આવેલી તસવીર શેર કરી છે. ઈસરોએ ટ્વિટ કર્યું કે વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો મોકલવામાં આવી છે. લેન્ડરમાં લગાવવામાં આવેલો કેમેરો લેન્ડિંગ દરમિયાન પથ્થરો અને ઊંડા ખાડાઓ વિશે માહિતી આપતું રહે છે.મહત્વનું છે કે,ભારતનું સૌથી મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ‘મિશન મૂન’ ચંદ્રયાન -3 હવે ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. તાજેતરમાં, લેન્ડર વિક્રમને અવકાશયાનથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું અને શનિવારે મોડી રાત્રે ચંદ્રયાન ચંદ્રની બાજુથી માત્ર 25 કિમી દૂર હતું. ISROએ મિશન મૂનને લઈને એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ISROનું કહેવું છે કે લેન્ડરમાં ચાર મુખ્ય થ્રસ્ટર્સ છે જે તેને ચંદ્રની સપાટી પર ઉતરવામાં પૂરી મદદ કરશે અન્ય સેન્સર્સનું પણ પરીક્ષણ કરવામાં આવશે. લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી પ્રયોગો કરશે.

સ્પેનના આઈલેન્ડના જંગલમાં લાગેલી આગ વધુ ફેલાઈ
સ્પેનના આઈલેન્ડ ટેનેરિફ વિસ્તારના જંગલમાં લાગેલી આગ વધુ ફેલાઈ રહી છે. ઈમરજન્સી સર્વિસે અહીંથી 26 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. એક સ્થાનિક નેતાના જણાવ્યા અનુસાર – આગની અસર લગભગ 50 કિમીના વિસ્તારમાં છે. લગભગ 12 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. રાહતની વાત એ છે કે આગ ટુરિસ્ટ વિસ્તાર સુધી પહોંચી નથી. વધુ તાપમાનના કારણે, સ્પેનમાં માઉન્ટ ટાઇડ જ્વાળામુખી નજીક નેશનલ પાર્કમાં આગ ફાટી નીકળી હતી. સેંકડો ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરી રહ્યા છે. ટાપુના જાણીતા પ્રવાસીય વિસ્તારો હાલમાં સલામત છે. અહીંના બંને એરપોર્ટ પણ યોગ્ય કામગીરી કરી રહ્યા છે.

રજનીકાંતની ‘જેલરે’ દુનિયાભરમાં વગાડ્યો ડંકો
સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલરે’ રિલીઝ થયાના માત્ર 10 દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું છે. રિલીઝ પછીના બીજા શનિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 18 કરોડની કમાણી કરી હતી. ટ્રેકર સેક્નિલ્ક મુજબ, ફિલ્મે તેમની રિલીઝના 10મા દિવસે ભારતમાં લગભગ 249.5 કરોડની કમાણી કરી હતી.સૌથી ઓછા સમયમાં 500 કરોડના ક્લબમાં પ્રવેશ કરનારી ત્રીજી તમિળ ફિલ્મ બની.તમિળ માર્કેટમાં ફિલ્મે 53.79% ઓક્યુપન્સી જાળવી રાખી છે જ્યારે તેલુગુ માર્કેટમાં ફિલ્મને 46.73% ઓક્યુપન્સી મળી છે. વિશ્લેષક મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, ફિલ્મે રિલીઝના 10મા દિવસે વિશ્વભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું હતું. ‘2.0’ અને ‘PS-2’ પછી ‘જેલર’ હવે સૌથી ઓછા દિવસોમાં વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરનાર ત્રીજી તમિળ ફિલ્મ બની ગઈ છે.

Back to top button