- નાના બાળકોને અસર કરતો માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા નામના બેક્ટેરિયાનો ભારતમાં પ્રવેશ
નવી દિલ્હી, 7 ડિસેમ્બર : કોરોના હજી સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી ત્યાં ચીનમાંથી આવતા નવા બેક્ટેરિયા ભારતમાં તણાવ વધાર્યો છે. હકીકતમાં, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા નામનો એક નવો ચાઇનીઝ બેક્ટેરિયા ભારતમાં પ્રવેશ્યો છે, જે નાના બાળકોને અસર કરી રહ્યો છે. આ રોગ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) હોસ્પિટલમાં એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા છે.
માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા ચેપ સામાન્ય રીતે નાના બાળકો અને શાળાએ જતા બાળકોને અસર કરે છે, પરંતુ તે કોઈપણને અસર કરી શકે છે. ભીડભાડવાળી જગ્યાઓ પર રહેતા અને ચેપગ્રસ્ત વિસ્તારોમાં રહેતા અથવા કામ કરતા લોકો વધુ જોખમમાં હોય છે.
ભારતમાં ચાઈનીઝ રોગનો થઈ ગયો પ્રવેશ
AIIMSએ ચીનમાં બે પરીક્ષણો જેવા કે PCR અને IGM-ELISA દ્વારા એક બેક્ટેરિયમ જે બાળકોમાં શ્વસન રોગનું કારણ બને છે એવા માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ નોંધ્યા છે. પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણ અને 16 ટકા હોવાનું જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે. ચીનથી આવેલા કોરોનાનો સામનો કર્યા બાદ ભારતમાં આ રોગનો ભય ફેલાવા લાગ્યો છે.
અહેવાલ અનુસાર, ભારતમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને શોધવા માટે સર્વેલન્સ વધારવાની જરૂર છે. AIIMS દિલ્હીએ માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસોની તપાસ કરી છે, જે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ચીનમાં ફેલાયેલા રોગનું કારણ છે. ચેપના પ્રારંભિક તબક્કામાં પીસીઆર પરીક્ષણ દ્વારા એક કેસ શોધી કાઢવામાં આવ્યો હતો જ્યારે બાકીના છ કેસ IgM ELISA પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.
ચીનમાં ફેલાઈ રહ્યો છે ન્યુમોનિયા
આ પરિસ્થિતિ ત્યારે બની જ્યારે ચીન અને અન્ય ઘણા યુરોપિયન દેશોમાં ‘વૉકિંગ ન્યુમોનિયા’ના કેસમાં વધારો જોવા મળ્યો છે. ‘વૉકિંગ ન્યુમોનિયા’ એ ન્યુમોનિયાના હળવા સ્વરૂપને વર્ણવવા માટે વપરાતો બોલચાલનો શબ્દ છે. સામાન્ય ન્યુમોનિયાથી વિપરીત, વૉકિંગ ન્યુમોનિયા ઘણીવાર બેક્ટેરિયમ માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને કારણે થાય છે. ભારતમાં તેના કેસની તપાસને કારણે ચિંતા વધી છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર 2019માં કોવિડ ચીનથી શરૂ થયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. AIIMS દિલ્હીના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રમા ચૌધરીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, “માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને 15-20% સમુદાય હસ્તગત ન્યુમોનિયાનું કારણ માનવામાં આવે છે.” જ્યારે જયપુર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સ્ટેટિસ્ટિક્સ(NIMS)ના ડીન ડૉ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ બેક્ટેરિયમને કારણે થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને ‘વૉકિંગ ન્યુમોનિયા’ પણ કહેવામાં આવે છે. પરંતુ ગંભીર કિસ્સાઓ પણ આવી શકે છે.”
માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના લક્ષણો શું છે?
જે બાળકોને માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાનો ચેપ હોય છે તેઓમાં સામાન્ય રીતે કેટલાક ખૂબ જ સામાન્ય લક્ષણો જોવા મળે છે જેમ કે ગળામાં દુખાવો, થાક લાગવો, તાવ, ઉધરસ, માથાનો દુખાવો જે અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલે છે.
આ પણ જુઓ :ઈટલીએ ચીનને આપ્યો મોટો ઝટકો, BRI પ્રોજેક્ટમાંથી ખસી જવાની જાહેરાત