અમદાવાદમાં રૂ.350 કરોડના ખર્ચે નવા 7 આઈકોનિક રોડ બનાવાશે
- 15 વર્ષ સુધી મેઈન્ટેઈન કરવાની કંપનીની જવાબદારી રહેશે
- વિદેશોમાં જોવા મળતા આકર્ષક અને વધુ ટકાઉ રોડનો લાભ મળશે
- પ્લાન્ટેશન અને લાઈટિંગ, ફાઉન્ટેન, ગેન્ટ્રી અને સુશોભન કરાશે
અમદાવાદમાં રૂ.350 કરોડના ખર્ચે નવા 7 આઈકોનિક રોડ બનાવાશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રૂપિયા 350 કરોડના ખર્ચે લગભગ 20,605 મીટરની લંબાઈ ધરાવતા નવા 7 આઈકોનિક રોડ બનાવવામાં આવશે.આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી
અમદાવાદીઓને વિદેશોમાં જોવા મળતા આકર્ષક અને વધુ ટકાઉ રોડનો લાભ મળશે
અમદાવાદીઓને વિદેશોમાં જોવા મળતા આકર્ષક અને વધુ ટકાઉ રોડનો લાભ મળશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હયાત TP રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ હેતુસર ટેન્ડર મંજૂર કરીને પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 7 આઈકોનિક રોડ ડેવલપ કરવાનું પેકેજ સોંપવામાં આવશે. શહેરમાં નવા 7 આઈકોનિક રોડની ડીઝાઈન માટે ડીઝાઇન કન્સલટન્ટની નિમણૂંક કરાઈ છે અને કન્સલ્ટન્ટ દ્વારા જુદા જુદા સર્વે તેમજ સ્થળ પરસ્થિતિને ધ્યાનમાં લઇને ડીઝાઈન તૈયાર કરવામાં આવેલ છે.
15 વર્ષ સુધી મેઈન્ટેઈન કરવાની કંપનીની જવાબદારી રહેશે
ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સુધીનો સૌપ્રથમ આઈકોનિક રોડ અંદાજે રૂ.35 કરોડના ખર્ચે તૈયાર કરાયો હતો અને રાજહંસ નામની કંપની દ્વારા રૂ.25 કરોડના ખર્ચે આ આઈકોનિક રોડમાં સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશન અને લાઈટિંગ, ફાઉન્ટેન, ગેન્ટ્રી અને સુશોભન કરવામાં આવ્યું છે અને 15 વર્ષ સુધી મેઈન્ટેઈન કરવાની તેની જવાબદારી છે.