ટોપ ન્યૂઝનેશનલ

યમુના એક્સપ્રેસ પર અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોનાં મોત; PM મોદી – CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

Text To Speech

ઉત્તરપ્રદેશમાં યમુન એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે ભીષણ દુર્ઘટના ઘટી. માઈલસ્ટોન 68 પર આગ્રાથી નોઈડા તરફ જતી વેગનઆર કાર આગળ જઈ રહેલા અજ્ઞાત વાહન સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં કાર સવાર અને ત્રણ મહિલાઓ સહિત 7 લોકોનાં મોત નિપજ્યા છે. મૃતકમાં એક બાળક પણ છે. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે. આ અંગે જાણાકીર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તમામ મૃતક એક જ પરિવારના છે. જેઓ મૂળરૂપથી હરદોઈના સંડીલા ક્ષેત્રના બહાદુરપુર ગામના રહેવાસી હતા.

PM મોદી અને CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ
PM મોદીએ કહ્યું કે મથુરામાં થયેલો અકસ્માત હ્રદયવિદારક છે. આ દુર્ઘટનામાં જેમને પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. આ સાથે જ ઘાયલોને તાત્કાલિક સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કરી છે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય અને જરૂરી સારવાર મળી રહે તેવા નિર્દેશ આપ્યા છે.

લગ્ન સમારંભથી પરત ફરી રહ્યાં હતા
બહાદુરપુર ગામના નિવાસી લલ્લુ ગૌતમ, તેમના પુત્ર રાજેશ, શ્રીગોપાલ ગૌતમ, સંજય સંજયની પત્ની નિશા, લલ્લુની પત્ની છુટકી, રાજેશની પત્ની નંદની, સંજયનો પુત્ર ધીરજ અને કૃષ કારમાં સવાર હતા. આ લોકો મૂળરૂપે હરદોઈના સંડીલા ક્ષેત્રના બહાદુરપુર ગામના રહેવાસી હતા. તેઓ લગ્ન સમારંભમાં ગયા હતા. શનિવારની સવારે નોઈડા પરત ફરી રહ્યાં હતા. સવારે લગભગ 5 વાગ્યે તેમની કાર યમુના એક્સપ્રેસ વે પર માઈલસ્ટોન 68 નજીક અજ્ઞાત વાહન સાથે અથડાઈ હતી. ફુલ સ્પીડમાં હોવાને કારણે કારમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા, જ્યારે બે લોકો ગંભીર છે.

મળતી માહિતી મુજબ તમામ મૃતક એક જ પરિવારના છે. જેઓ મૂળરૂપથી હરદોઈના સંડીલા ક્ષેત્રના બહાદુરપુર ગામના રહેવાસી હતા

દુર્ઘટનામાં આ લોકોના મૃત્યુ નિપજ્યા
દુર્ઘટનામાં લલ્લુ ગૌતમ, સંજય, સંજયની પત્ની નિશા, લલ્લુની પત્ની છુટકી, રાજેશ, રાજેશની પત્ની નંદની, સંજયના પુત્ર ધીરજના મોત થયા છે. જ્યારે શ્રીગોપાલ અને હર્ષ ઘાયલ છે. ક્ષતિગ્રસ્ત વાહનને ક્રેનથી હટાવીને સાઈડમાં મુકવામાં આવ્યું છે અને વાહનવ્યવહાર રાબેત મુજબ શરૂ કરાયો છે. તો આ અકસ્માતનું કારણ ડ્રાઈવ કરનારને ઊંઘ કે ઝોકું આવી ગયું હોય શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે.

ક્ષતિગ્રસ્ત વાહનને ક્રેનથી હટાવીને સાઈડમાં મુકવામાં આવ્યું. આ અકસ્માતનું કારણ ઊંઘ કે ઝોકું આવી ગયું હોય શકે છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
Back to top button