ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મોટા સમાચાર: આ દેશમાં આવ્યો 7.6ની તિવ્રતાનો ભૂકંપ, ભયંકર સુનામીની ચેતવણી

Text To Speech

9, ફેબ્રુઆરી 2025: જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાઈસિંઝે કહ્યું કે, શનિવારે હોંડુરાસના ઉત્તરી વિસ્તારમાં 7.5ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાઈસિંઝે શરુઆતમાં ભૂકંપની તિવ્રતા 6.89 આંક્યા બાદ કહ્યું કે, ભૂકંપ 10 કિમીની ઊંડાઈ પર હતો. તો વળી અમેરિકી સુનામી ચેતવણી સિસ્ટમે કહ્યું કે, ભૂકંપ બાદ કેરેબિયન સાગર અને હોંડુરાસના ઉત્તરમાં સુનામીની ચેતવણી જાહેર કરી દીધી છે. અમેરિકી રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રે કહ્યું કે, ભૂકંપ બાદ અમેરિકી અટલાંટિક અથવા ખાડી તટ પર સુનામીની આશંકા નથી.

યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ પણ ભૂકંપને પગલે પ્યુઅર્ટો રિકો અને વર્જિન ટાપુઓ માટે સુનામીની ચેતવણી જારી કરી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 7.6 અને 10 કિલોમીટરની ઊંડાઈ હતી.

શનિવાર સાંજે ભૂકંપ આવ્યો, ચેતવણી જાહેર કરી

અમુક કેરેબિયન દ્વિપો અને હોંડુરાસે સુનામીની સ્થિતિમાં સાવધાનીના ભાગરુપે સમુદ્ર તટ નજીકના લોકોને ત્યાંથી ખસી જવા તથા સમુદ્ર તટથી દૂર રહેવાનો આગ્રહ કર્યો છે. જાણકારી અનુસાર, ભૂકંપ સાંજના 6.23 વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્ર કેમૈન દ્વીપમાં જોર્જ ટાઉનથી 130 માઈલ દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં આવેલું હતું.

અમેરિકી રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રે કહ્યું કે, અમેરિકામાં જમીન માટે કોઈ સુનામીની ચેતવણી નથી. પણ પ્યૂર્ટો રિકો અને યૂએઅસ વર્જિન દ્વીપ સમૂહ માટે સુનામીની સલાહ જાહેર કરવામાં આવી છે.

કેમૈન આઈલેંડ્સ સરકારે સુનામીના ખતરાની ચેતવણી જાહેર કરી છે અને પોતાના સોશિયલ મીડિયા ચેનલમાં કહ્યું કે, સમુદ્ર તટ નજીક રહેતા નિવાસીઓને અંતર્દેશીય સ્થળાંતરિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામો આવતા જ દિલ્હી સચિવાલય અભેદ્ય કિલ્લામાં ફેરવાયું, એક પણ ફાઈલ કે ડેટા બહાર ન જવો જોઈએ

Back to top button