ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
કમલનાથના નજીકના 7 નેતાઓ ભાજપમાં જોડાયા, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો


છિંદવાડા, 6 માર્ચ: મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. છિંદવાડાના 7 કોંગ્રેસી કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે.(Chhindwara Congress Councilors Join BJP) કમલનાથ અને કોંગ્રેસ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે છિંદવાડા કમલનાથ અને કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની અહીં ઘૂસણખોરી અનેક સવાલો ઉભા કરી રહી છે.
કમલનાથ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હતી
તાજેતરમાં શક્તિશાળી નેતા કમલનાથ પણ ભાજપમાં જોડાઈ ગયા હોવાની ચર્ચા હતી. જો કે પાછળથી તેમણે આ નિવેદનોને નકારી કાઢ્યું હતું, પરંતુ જે રીતે ભાજપ છિંદવાડામાં કમલનાથની નજીકના નેતાઓને પોતાના તરફે લાવ્યો છે, તેનાથી ફરી એકવાર કમલનાથના ભાજપ સાથેના સંપર્કની ચર્ચા તેજ થઈ ગઈ છે.