કચ્છના કેરા-મુંદ્રા રોડ પર ખાનગી મિની બસ અને ટ્રકનો અકસ્માત, 7ના મોત


કચ્છ, ૨૧ ફેબ્રુઆરી: ૨૦૨૫: કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પશ્ચિમ કચ્છમાં કેરા મુન્દ્રા રોડ ઉપર આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. ખાનગી ટ્રાવેલ્સની મિની લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા.
કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બસ સામસામે આવી જતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, કેરા-મુંદ્રા રોડ પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. ,ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ આસપાસના લોકોના નિવેદન લીધા છે અને મૃતકોની ઓળખને લઈ પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે,તમામ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને મૃતદેહના પીએમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામા આવશે.
આ પણ વાંચો..હાથરસ દુર્ઘટના: 121 લોકોના મૃત્યુ કેસમાં ભોલેબાબાને ક્લીનચીટ, જાણો કોણ જવાબદાર હતું?