ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં મેટ્રોનું કામ કરતી ક્રેન સાથે ઑટો અથડાઈ, નેપાળી નાગરિક સહિત 7નાં મૃત્યુ

Text To Speech

પટણા (બિહાર), 16 એપ્રિલ:  બિહારની રાજધાની પટણામાં ક્રેન અને ઑટો વચ્ચેની અથડામણમાં સાત લોકોનાં મૃત્યુ થયા છે. ઑટોમાં કુલ આઠ લોકો સવાર હતા. એક ઘાયલની હાલત ગંભીર છે, જેને સારવાર માટે પટણાની પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રીક્ષાનું કચ્ચરઘાણ વળી ગયું હતું. અકસ્માત બાદ મેટ્રોની ઘોર બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ કારચાલક ક્રેન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

ક્રેન સાથે ઑટો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો

આ ઘટના પટણા ન્યૂ બાયપાસના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મંગળવારે સવારે લગભગ 3:44 વાગ્યે અહીંના રામ લખન પથ પર મેટ્રો બાયપાસ પર કામ કરતી ક્રેન સાથે એક ઑટો અથડાઈ હતી. આ ઑટો જૂના બસ સ્ટેન્ડ પાસેથી આવી હતી, જેમાં 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઑટોમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. જો કે, એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું કહેવાય છે.  આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે. પટણામાં માર્ગ અકસ્માત બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

એક નેપાળી સહિત સાતનાં મૃત્યુ

પટણા મેટ્રો માટે કામ કરતી ક્રેન પાસે કોઈ ગાર્ડ હાજર ન હતો અને અકસ્માત બાદ ક્રેન ડ્રાઈવર મશીન લઈને ભાગી ગયો હતો. ડ્રાઈવરે આ ઘટના અંગે કોઈને જાણ પણ કરી ન હતી. અકસ્માત બાદ જ્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા ત્યારે સામે આવ્યું કે રિક્ષા મેટ્રો માટે કામ કરતી ક્રેન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પ્રેમપુર પટારી ગામના રહેવાસી પિંકી સરન, નેપાળના રહેવાસી લક્ષ્મણ દાસ અને ઉપેન્દ્રકુમાર બેઠા હતા. અન્ય મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

આ પણ વાંચો:  ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના બનાવનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button