ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં કપડાની દુકાનમાં મધરાતે લાગી આગ, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 7 ભુંજાયા

Text To Speech
  • દુકાનમાં આગ લાગવાના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે 

મુંબઈ, 3 એપ્રિલ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છત્રપતિ સંભાજીકરના છાવણી વિસ્તારમાં લાગેલી આગમાં 7 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 2 પુરૂષ, 2 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, સવારે 4 વાગે કપડાની દુકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યા સુધી આ આગમાં 7 લોકો ભુંજાઈ ગયા હતા. સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું હતું કે, આલમ દરજીની દુકાનમાં આગ લાગી હતી અને લોકો તેની દુકાનની ઉપરના ફ્લોર પર રહેતા હતા. જો કે, આગ ટોચ સુધી પહોંચી ન હતી અને એવું માનવામાં આવી રહ્યું છે કે, તેમનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું હતું. દુકાનમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તમામ મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જ તમામ મૃતકોના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

 

થાણેમાં બે જૂથો વચ્ચેની લડાઈમાં 1નું મૃત્યુ

આ જ સમયે, મહારાષ્ટ્રના મુંબઈ નજીક, થાણે જિલ્લાના ભિવંડીમાં બે જૂથો વચ્ચેની લડાઈમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મંગળવારે સાંજે ભિવંડીના શાંતિનગર વિસ્તારમાં કેજીએન ચોકમાં જૂની અદાવતને લઈને બની હતી. જેમાં બે જૂથો વચ્ચે છરી અને લાકડીઓનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે અને તેના કારણે અહીં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

શાંતિનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિનાયક ગાયકવાડે જણાવ્યું હતું કે, આ જીવલેણ હુમલામાં 46 વર્ષીય ઝુબેર શોએબ શેખનું મૃત્યુ થયું છે. તે જ સમયે, ઇસ્તિયાક શોએબ શેખ, અબુ હમઝા શેખ, આસિફ વહાબ શેખ, સાજીદ વહાબ શેખ, શાહબાઝ સોહેલ શેખ, નોએબ સોહેલ શેખ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, આ છોકરીની છેડતીનો જૂનો મામલો હતો, જેને લઈને 29 નવેમ્બર 2023ના રોજ વફા કોમ્પ્લેક્સમાં ક્રિકેટ રમતી વખતે ઝઘડો થયો હતો. શાંતિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ: જમ્મુના રાજૌરીમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ: સુરક્ષા દળોએ મોડ્યુલના ત્રણ સભ્યોને પકડ્યા

Back to top button