ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

Text To Speech
  • હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે
  • ગુજરાતમાં ફરી 25 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા
  • ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે

ગુજરાત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાંથી ચોમાસુ ધીરેધીરે વિદાય લેશે. તેમજ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે.

ગુજરાતમાં ફરી 25 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા

હવામાનનાં વિવિધ મોડલો દર્શાવી રહ્યાં છે તેવી સ્થિતિ રહી તો ગુજરાતમાં ફરી 25 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ગ્લોબલ ફોરકાસ્ટિંગ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી એક લો-પ્રેશર એરિયા સર્જાઈ શકે છે અને તે મહારાષ્ટ્ર પરથી ગુજરાતની પાસે આવી શકે છે. જેના કારણે આ મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગનું આંકડાકીય મોડલ પણ દર્શાવી રહ્યું છે કે ગુજરાતમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધી શકે છે.

હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે

રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. રાજ્યમાંથી ચોમાસુ વિદાય ધીરેધીરે લેશે. તેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. તથા ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે. રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે.

Back to top button