ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા છે મેઘનું એલર્ટ

Text To Speech
  • બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે
  • 23 સપ્ટે.બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે

ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. 23 સપ્ટે.બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે. સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે

સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ આવશે. તેમજ 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ સાથે ભારે વરસાદ છે. તથા નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે. તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

25 અને 26 સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

25 અને 26 સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો અન્ય જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે. રાજ્યમાં સૂર્ય પ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં 35.2 ડિગ્રી તેમજ ભૂજ, ડીસા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.

Back to top button