ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં થશે જળબંબાકાર

Text To Speech
  • 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ આવશે
  • આવતીકાલે દ. ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે

ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે દ. ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. તથા અરવલ્લી, જુનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

દરિયો તોફાની રહેવાની શક્યતાઓ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે

પોરબંદર, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી સાથે ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી છે. તથા અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 4-5 દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે અને દરિયો ખેડવાની મનાઈ છે. દરિયો તોફાની રહેવાની શક્યતાઓ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના ઉત્તર તથા દક્ષિણના દરિયાકાંઠાના ખેડૂતોને માછીમારી માટે જવાની મનાઈ ફરવામાં આવી છે.

કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ

હાલ રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદનું કારણ રજૂ કરીને હવામાન વિભાગે જણાવ્યું કે, પૂર્વ-પશ્ચિમ ટ્રોફ અને ચોમાસાની સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ કારણે સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય અને કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે.

Back to top button