કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જુનીયર કલાર્કની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનું કૌભાંડમાં ઝડપાયેલા ચારેયના 7 દિવસના રીમાન્ડ મંજૂર

  • પોલીસે ભાવનગર અને બોટાદ પંથકના 36 સામે ગુનો દાખલ કર્યો હતો
  • આરોપીઓ હોલ ટિકિટમાં ફોટાઓ બદલાવી ડમી ઉમેદવાર બેસાડતા
  • રીમાન્ડ દરમિયાન અનેકના તપેલા ચડી શકે છે

રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા જુનીયર કલાર્કની કસોટીને લઈને ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગામડાઓના 36થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં પોલીસે 36 માંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.

શું છે આખું ડમી કૌભાંડ ?

મળતી વિગતો અનુસાર રાજ્યમાં જુનીયર કલાર્કની પરીક્ષાને લઈને ઉદ્દભવેલ વિવિધ વિવાદો જાણે કોઈ પણ ભોગે શમવાનુ નામ જ ન લઈ રહ્યાં હોય તેમ એક બાદ એક અવનવા ફણગાઓ ફૂટવા સાથે પેપર લીક થવાની વાત થી લઈને ડમી વિદ્યાર્થી બેસાડી પરીક્ષા આપવા સુધીના કૌભાંડોએ સૌનુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે તાજેતરમાં આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં જાંબાઝ આઈપીએસ અધિકારી અને ભાવનગરના પૂર્વ એસપી હસમુખ પટેલની રાહબરી હેઠળ યોજાઈ હતી જેમાં પરીક્ષા પૂર્વ વિદ્યાર્થી આગેવાનના નેતાએ ભાવનગર જિલ્લામાંથી ગેરરીતિ અંગે અધિકારી ને અવગત કરાવ્યા હતાં જેમાં અતિ ગોપનીયતા સાથે પોલીસ તપાસ કરી રહી હતી જેમાં બારીકાઈ પૂર્વકની તપાસમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામડાના તથા બોટાદ જિલ્લાના ગામડાઓના ઉમેદવારોએ મૂળ તળાજા તાલુકાના વતની અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર શરદ ભાનુશંકર પનોત તથા પ્રકાશ ઉર્ફે પીકે કરશનભાઇ દવેએ વિદ્યાર્થીઓની હોલ ટીકીટો સાથે ટેકનોલોજીના ઉપયોગ થકી ચેડાં આચરી મૂળ વિદ્યાર્થીઓના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી રૂપિયાની કમાણી કરી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.

પરીક્ષાનો મુદ્દો લોકમુખે અગ્રતમ ચર્ચાઓનો વિષય બન્યો

આથી પોલીસે 36 આરોપીઓ વિરુદ્ધ ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી ઉંડાણ પુર્વકની તપાસનો ધમધમાટ વેગવંતો કર્યો છે આ ઘટનાને પગલે પરીક્ષાનો મુદ્દો લોકમુખે અગ્રતમ ચર્ચાઓનો વિષય બન્યો છે. દરમિયાન પોલીસે આ ગુનામાં શરદકુમાર ભાનુશંકર શાંતિભાઈ પનોત (ઉં.વ.34 રહે.તળાજા), પ્રકાશ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે (ઉ.વ.35 રહે.પીપરલા તળાજા), બળદેવ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.29 રહે.ગામ દિહોર તળાજા) અને પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (ઉ.વ.33 રહે.દેવગણા સિહોર) ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

આ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો

શરદ ભાનુશંકર પનોત (રહે.દિહોર, તળાજા), પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે (રહે. પીપીરલા તળાજા), બળદેવ રમેશભાઈ રાઠોડ (રહે.દિહોર તળાજા), મિલન ઘુઘાભાઈ બારૈયા (રહે.તળાજા), પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (રહે.સિહોર), શરદભાઈના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર, મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી (રહે.ભાવનગર), કવિત એન.રાવ (રહે. ભાવનગર), ભાવેશ રમેશભાઈ જેઠવા (રહે.પીપરલા તળાજા), રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના, જી.એન દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી, રાજ ગીગાભાઈ ભાલીયા (રહે.ભાવનગર), હિતેશ બાબુભાઈ (રહે. ભાવનગર), હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ (રહે.બોટાદ સીટી), પાર્થ ઈશ્ર્વરભાઈ જાની (રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા), પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર (હે.ભાવનગર), રમણીક મથુરામભાઈ જાની (રહે.સિહોર ભાવનગર), ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે (રહે.દિહોર તળાજા), મહેશ લાભશંકરભાઈ લાઘવા (રહે. કરમદીયા મહુવા), અંકિત લકુમ (રહે.ભાવનગર), વિમલ બટુકભાઈ જાની (રહે. દિહોર તળાજા), કૌશિક મહાશંકર જાની (રહે. ભાવનગર), જયદીપ બાબુભાઈ ભેડા (રહે.ભાવનગર), ભગીરથ અમૃતભાઈ પંડ્યા (રહે.ભાવનગર), ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર), નિલેશ ઘનશ્યામભાઈ જાની (રહે.ભાવનગર), નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર), જયદીપ ભદ્રેશભાઈ ધાંધલીયા (રહે.ભાવનગર), અક્ષર રમેશભાઈ બારૈયા (રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર), સંજય હરજીભાઈ પંડ્યા (રહે.ગાંધીનગર), દિનેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર), ભદ્રેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર), અભિષેક પંડ્યા (રહે.ટીમાણા તળાજા), કલ્પેશ પંડ્યા (રહે.તળાજા), ચંદુ પંડ્યા (રહે.ભાવનગર), હિતેન હરિભાઈ બારૈયા (રહે.ભાવનગર).

Back to top button