ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી પુલ દુર્ઘટનામાં કોઇ વ્યકિતગત જવાબદારી બનતી નથી, આ એક અકસ્માત હતો, જાણો કોણે આ કહ્યું

Text To Speech

મોરબી પુલ દુર્ઘટનાના 7 આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. તેમાં દુર્ઘટનામાં નાના બાળકો સહિત 135 નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થયા હતા.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડી ઘટી : અમદાવાદના તાપમાનમાં પલટો આવ્યો, જાણો શું છે કારણ

નાના બાળકો સહિત 135 નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થયા

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં નાના બાળકો સહિત 135 નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ અને 56 લોકોને થયેલી ઈજાના કેસના સાત આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી બીજી જાન્યુઆરીએ હાથ ધરાશે. અરજદારના વકીલની રજૂઆત હતી કે મોરબી સેશન્સ કોર્ટે તેમના જામીન ફગાવવાનો જે હુકમ કરેલો છે, તે અયોગ્ય છે.

Morbi Rescue Over Hum Dekhenege

આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ

કોઇ વ્યકિતગત જવાબદારી બનતી નથી

આ દુર્ઘટનામાં તેમની કોઇ વ્યકિતગત જવાબદારી બનતી નથી, આ એક અકસ્માત હતો. અરજદારોએ જાણી જોઈને આ કૃત્ય આચર્યુ નથી. આ કેસમાં જામીન અરજી કરનાર સાત આરોપીઓમાં ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડી ઘટી : અમદાવાદના તાપમાનમાં પલટો આવ્યો, જાણો શું છે કારણ

આ કેસના તમામ નવ આરોપીઓના જામીન ફગાવી દીધા

નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં મોરબી સેશન્સ કોર્ટે આ કેસના તમામ નવ આરોપીઓના જામીન ફગાવી દીધા હતા. આ સમયે, સરકારી વકીલની રજૂઆત હતી કે ફોરેન્સિક રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે પુલના કેબલ કટાઈ ગયા હતા, લંગર તૂટેલા હતા અને લંગર તથા કેબલને જોડતા બોલ્ટ બહુ ઢીલા હતા. આ સ્થિતિ હોવા છતા 30 ઓક્ટોબરે સમગ્ર દિવસ દરમિયાન 3,165 લોકોને ટિકિટ લઈને બ્રિજ પર જવા માટેની મંજૂરી આપેલી હતી. તેથી મોરબી પુલ દુર્ઘટનાના 7 આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે.

Back to top button