દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Earthquake tremors felt in Delhi. Details awaited. pic.twitter.com/Hs0A6BUEiU
— ANI (@ANI) March 21, 2023
ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપના આંચકા રાત્રે 10.17 કલાકે અનુભવાયા હતા.આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 45 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી સાથે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં વિવિધ સ્થળોએ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. રાણીપ, ગોતા, ચાંદખેડા,ગુરુકુળ ,ડ્રાઇવિંગ રોડ, નિકોલ નરોડા વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જેના પગલે લોકો દોડીને સોસાયટી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપ કેવી રીતે થાય છે?
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.
ભૂકંપની તીવ્રતા
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ને મળ્યો બોલિવૂડનો સપોર્ટ, આ સ્ટાર ભજવી શકે છે મહત્વની ભૂમિકા?